________________
પ્રશ્ન એ ઊઠે છે કે અપૂર્વકરણને પામેલો જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે ખરો?
આનો ખુલાસો એ છે કે જીવ અપૂર્વકરણને પામ્યો હોય તે જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે તેવું બનતું નથી. પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્રદર્શનના પરિણામને પામી જાય એવું પણ બનતું નથી. અપૂર્વકરણ માત્રથી સમ્યગ્રદર્શનનું પરિણામ પ્રગટ થઈ શકે. અપૂર્વકરણ દ્વારા જીવે ઘન એવા રાગ-દ્વેષના પરિણામને તો ભેદી નાખ્યું હોય પણ હજુ મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ જ હોય છે. અને જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ હોય છે ત્યાં સુધી જીવમાં સમ્યકત્વનું પરિણામ પ્રગટી શકતું નથી.
(ચિત્ર-૭)
સમકિત
૧ ૨૭.