________________
(૫) અનાભોગ મિથ્યાત્વઃ અનાભોગ એટલે વિચાર શૂન્યતા, મોહમૂઢતા અને અજ્ઞાનતા, બિલકુલ જાણપણું ન હોવું તે. આમ ભવ્ય જીવોને પાંચ પ્રકારનું અને અભવ્ય જીવોને માત્ર બે પ્રકારનું જ મિથ્યાત્વ હોઈ શકે છે. તે બે પ્રકારે આભિગ્રહિક અને અનાભૌગિક મિથ્યાત્વ. આભિગ્રહિક મિથ્યાત્વી કરતા અનાભિગ્રહિ મિથ્યાત્વી સારો. કેમ કે કોઈક વખતે તે ઠેકાણે પડી જાય. અનાભિગ્રહિકને જ્ઞાની સાધુનો યોગ ઝટ ફળે કેમ કે એને અસદ્ આગ્રહ હોતો નથી. પાંચ મુખ્ય પ્રકારના મિથ્યાત્વમાં સઘળા મિથ્યાત્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં પણ એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે મિથ્યાત્વના આ પાંચેય પ્રકારો સઘળા મિથ્યાષ્ટિ જીવોમાં સંભવિત છે એમ માનવાનું નથી. જીવને આ પાંચ પ્રકારના મિથ્યાત્વોમાંથી માત્ર એક જ પ્રકારના મિથ્યાત્વનો ઉદય હોઈ શકે છે. પાંચેય પ્રકારના મિથ્યાત્વોનો ઉદય એકસાથે એક જ જીવમાં હોઈ શકતો નથી. પણ એ વસ્તુ સંભવિત છે કે એક પ્રકારનું મિથ્યાત્વ જાય અને અન્ય પ્રકારનું મિથ્યાત્વ ઉદયમાં વર્તે.
પાંચ મિથ્યાત્વમાંથી ચાર મિથ્યાત્વની પરસ્પર હેરફેર થઈ શકે છે. તે અભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભોગ. પણ આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય તો સમ્યગ્ગદર્શનના વમન પછી જ આવી શકે છે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને જ હોય છે. કારણકે સમ્યગદર્શનના વમન પછી આવી શકતું આ મિથ્યાત્વ, માટે પહેલા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોવી જરૂરી છે અને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ કેવળ ભવ્ય જીવને જ થઈ શકે છે.
અભિગ્રહિક મિથ્યાત્વના છ વિકલ્પો શાસ્ત્રોમાં વર્ણવાયા છે. "णत्थि न निच्चो न कुणइ, कयं न वेएइ णत्थि निव्वाणं। णत्थि य मोक्खोवाओ, अभिग्गहिअस्स छ विअप्पा ||१|| સ્થિતિા. १. नास्तेयवात्मा २. न नित्य आत्मा ३. न कर्ता ४. कृतं न वेदयित ५. नास्ति निर्वाणम
સમકિત
૮૩