________________
६. नास्ति मोक्षोपाय इत्याभिग्राहिकस्य, चार्वाकादिदर्शन परपक्षनिराकरणप्रवृत्तदृव्यानुयोग सार सन्मत्यादि ग्रंथप्रसिद्धाः षड़विकल्पाः ते च सदाः
नास्तिक्यमयानामभव्यानां व्यक्ताः एवेति कस्तेसामअभिग्रहीकत्वे संशय इतिभावः ।” ધર્મપરીક્ષા શ્લોક ૯ તથા તેની ટીકા
અભિગ્રાહિક મિથ્યાત્વના છ વિકલ્પો શાસ્ત્રોમાં વર્ણવાયા, પહેલો વિકલ્પ એક તો આત્મા એવું માને જ નહિ; એટલે કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, એમ માને ; બીજો વિકલ્પ એ કે આત્મા છે એમ માને તો પણ આત્માને નિત્ય માને નહિ; ત્રીજો વિકલ્પ એ કે આત્મા એ પોતાના કર્મનો કર્તા છે, એમ માને નહિ; ચોથો વિકલ્પ એ કે આત્મા પોતાના કરેલા કર્મને પોતે ભોગવે છે, એમ માને નહિ; પાંચમો વિકલ્પ એ છે કે આત્માનો મોક્ષ થઈ શકે છે એમ માને નહિ, અને છઠ્ઠો વિકલ્પ એ કે આત્માના મોક્ષનો ઉપાય છે, એમ માને નહિ, આવા વિકલ્પો અભવ્યોમાં પણ પેદા થઈ શકે છે.
આ પાંચ મુખ્ય પ્રકારના મિથ્યાત્વ મળી કુલ મિથ્યાત્વ ૨૫ થાય છે. તે નીચે પ્રમાણે છે.
(૧) અભિગ્રહિક મિથ્યાત્વ
(૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ (૩)
આભિનિવેશિક મિથ્યાત્વ
(૪) સાંશયિક મિથ્યાત્વ
(૫) અનાભોગ મિથ્યાત્વ
(૬) લૌકિક મિથ્યાત્વઃ આ દુનિયામાં જે દેવ, ગુરુ, ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે તેને માનવા અને તેમનાં પર્વ વગેરે ઉજવવા, નૈવેદ્ય આદિ કરવા તે.
(૭) લોકોત્તર મિથ્યાત્વઃ બીજા પાખંડી મતની જેમ તીર્થંકર દેવની માનતા કરે, પોતાના મતના જ ગુરુ પણ જે આચારમાં ઢીલા છે તેનાં પર ગુરુપણાની બુદ્ધિ કરે. (૮) કુપ્રાવચન મિથ્યાત્વઃ ૩૬૩ પાખંડીના મતને માને. (૯) જીવને અજીવ માને તે મિથ્યાત્વ. (૧૦) અજીવને જીવ માને તે મિથ્યાત્વ. (૧૧) સાધુને અસાધુ માને તે મિથ્યાત્વ. (૧૨) અસાધુને સાધુ માને તે મિથ્યાત્વ.
(૧૩) આઠ કર્મથી મુકાયા, તેને નથી મુકાયા એમ માને તે મિથ્યાત્વ. (૧૪) આઠ કર્મથી નથી મુકાયા તેને મુકાયા એમ માને તે મિથ્યાત્વ.
૮૪
સમકિત