________________
(૧૫) ધર્મને અધર્મ માને તે મિથ્યાત્વ. (૧૬) અધર્મને ધર્મ માને તે મિથ્યાત્વ. (૧૭) જિનમાર્ગને અન્યમાર્ગ માને તે મિથ્યાત્વ. (૧૮) અન્યમાર્ગને જિનમાર્ગ માને તે મિથ્યાત્વ. (૧૯) જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૦) જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૧) જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૨) અવિનય મિથ્યાત્વઃ ગુરુ આદિ વડીલ સંતપુરુષોનો વિનય ન કરે તે. (૨૩) અક્રિયા મિથ્યાત્વઃ સંયમ આદિ ક્રિયાને માને નહીં તે, ચારિત્રવાનને ક્રિયાજડ કહીને
તિરસ્કાર કરવો તે.. (૨૪) અજ્ઞાન મિથ્યાત્વઃ અજ્ઞાનને શ્રેષ્ઠ માને છે. અજ્ઞાની એટલે વિશેષ જ્ઞાનથી રહિત પણ
તે જ્ઞાનીની નિશ્રાએ ચાલનારો હોય અને એથી એને જો પોતાની માન્યતાઓ એવો આગ્રહ ન હોય કે જેથી એને જ્ઞાની તત્ત્વનું એવું સ્વરૂપ કહે તેને તે સ્વીકારી શકે તો એનામાં મિથ્યાત્વ નથી. “અજ્ઞાન સાથે આગ્રહ જોઈએ નહિ અને જ્ઞાનીની નિશ્રા જોઈએ.” અજાણપણાને ટાળવાનો પ્રયત્ન ચાલુ રાખે. જ્ઞાનને મેળવવાનો જ્ઞાની ગુરુની નિશ્રાએ પ્રયત્ન કર્યા કરે અને ભગવાને જે કાંઈ કહ્યું છે તે સાચું છે, આવું મનમાં વિચાર્યા કરે તો એને મિથ્યાદષ્ટિ કહેવાય નહિ. આવા આત્મામાં તત્ત્વોના સ્વરૂપની બાબતમાં સ્વતંત્ર નિશ્રયાત્મકપણું નથી. પણ સદ્ગુરુની નિશ્રાથી તો તેની સુધરવાની
તૈયારી છે. એટલે આવા આત્માઓ મિથ્યાષ્ટિ નથી. (૨૫) આશાતના મિથ્યાત્વઃ સુદેવ, સુગુરુ, સુધર્મ અને નિગ્રંથ પ્રવચનની આશાતના કરવી
તે. “અજ્ઞાન” અને “આગ્રહ” આ બે ઉપર જ મિથ્યાત્વ જીવે છે.
આ પચીશ પ્રકારનાં મિથ્યાત્વમાંથી અસંજ્ઞી જીવોને એક જ અનાભોગ મિથ્યાત્વ લાગે છે, સંજ્ઞી જીવોને પચીશ મિથ્યાત્વ લાગી શકે છે.
અસંજ્ઞીને એક જ અનાભોગ મિથ્યાત્વ લાગે કારણ કે અસંશીને અવ્યક્ત ચેતના હોવાના કારણે પૂર્વાપર સંબંધને જાણી શકતા નથી. પૂર્વાપર સંબંધનું જ્ઞાન થાય તેવા સંજ્ઞી જીવ જ સમકિત પામી શકે છે.
આમ મિથ્યાત્વથી જો આત્માને આટલું બધું નુકશાન થતું હોય તો તેને ગુણસ્થાનક કેમ કહાં છે?
સમકિત
૮૫