________________
આ કારણે મિથ્યાત્વથી બચવું ખૂબ જ આવશ્યક છે. મિથ્યાત્વના રહેવાથી જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ થઈ શકતી નથી. પવિત્ર સંયમ અને નિયમો તે બધું જ દૂષિત અને નષ્ટ થઈ જાય છે. એના કારણે વ્યક્તિની બુદ્ધિ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, વિશ્વાસ અને ક્રિયા તે બધું જ વિપરીત થઈ જાય છે.
ભક્તપરિશા પ્રકીર્ણકમાં બતાવ્યું છે કે
“ન વિ તં ોફ અળી, ને વિમં વ્હિસો મા
जं कुणइ महादोसं तिव्वं जीवस्स मिच्छत्त ॥"
ગાથા- ૬૧
ભક્તપરિક્ષા પ્રકીર્ણક; ગાથા ૬૧ (પાનું ૧૮, લેખકઃ આચાર્ય વીરભદ્ર, પ્રકાશકઃ હર્ષપુષ્પામૃત ગ્રંથમાલા, હાલાર (ગુજરાત), વર્ષ ૧૯૮૬)
અર્થઃ “તીવ્ર મિથ્યાત્વ આત્માનું જેટલું અહિત અને બગાડ કરે છે તેટલો બગાડ તો અગ્નિ, વિષ અને કાળો સાપ પણ નથી કરતા.’
સૂત્રતાંગમા બતાવ્યું છે કે મિથ્યાષ્ટિ અનાર્ય લોક મિથ્યાત્વ જ્વરથી ગ્રસ્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે.
સમ્યગ્દર્શનની વિશુદ્ધિઃ
સંસારમાં સૌથી અધિક દુર્લભ પદાર્થ કોઈ છે તે “સમ્યગ્દર્શન’” છે વીતરાગ તીર્થંકરો અને મહાન આચાર્યોએ સમ્યગ્દર્શનની શુદ્ધિ અને સુરક્ષા માટે અને સમ્યક્ત્વમાં અસાવધાનીથી લાગી જવાવાળા અતિચારો, દોષો, મલિનતાઓ, ભ્રાન્તિઓથી દૂર રહેવા અને જો લાગી જાય તો તરત શુદ્ધિ કરવાની શિક્ષા આપી છે.
આ બાબત માટે શાસ્ત્રોમાં પણ ચેતવણી આપીને સાવધાન રહેવા કહ્યું છે.
“समणोवासएणं सम्मत्तस्स पंच अइयारा पेयाला जाणियव्वा न समायरियव्वा....' આવશ્યક સૂત્ર-પ્રતિક્રમણ; વિષય ૫ (પાનું ૩૯, પ્રકાશકઃ દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈન સંઘ, (છીપાપોળ), અમદાવાદ, વર્ષ ૧૯૯૭)
""
અર્થાત્ “શ્રાવકને સમકિતના પાંચ અતિચાર મ્હોટા જાણવા પણ તેને આચરવા નહિ.’’ દર્શન વિશુદ્ધિને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ોટું મહત્ત્વ આપ્યુ છે. દર્શન વિશુદ્ધિ વિના ન
સમકિત
૨૮૨