________________
(૯) કુદેવ, કુગુરુ અને કુધર્મવાળી કુબુદ્ધિ દૂર થાય, મારું ધ્યેય એ જ રહે કે વીતરાગ પ્રભુ
મારા દેવ હોય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આરાધક નિગ્રંથ મારા ગુરુ રહે, તથા અહિંસાદિ પાંચ વ્રતરૂપ અને વિષય-કષાયથી નિવૃત્તિરૂપ મારો ધર્મ રહે. અને આ ત્રિપુટીના દ્વારા શુદ્ધ સિદ્ધસ્વરૂપ આત્માનુભવ થાય.
હું શરીરાદિ બાહા પદાર્થોની પૃથક (અલગ) અનંત જ્ઞાનાદિ પર્યાયવાળો ધ્રુવ, નિત્ય, શાશ્વત આત્મા છું અને આ શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રાપ્ત થાઓ.
આવા પ્રકારોના ભાવોની સહાયથી જે જીવને સમ્યગ્દર્શનમાં બુદ્ધિ-પ્રજ્ઞા સ્થિર થઈ જાય છે તે ગીતામાં કથિત “સ્થિતપ્રજ્ઞ” અને આચારાંગ સૂત્ર પ્રમાણે “સ્થિતાત્મા” થઈ જાય છે.
આના માટે સમ્યગ્રદર્શનમાં મનને સ્થિર કરવું જરૂરી છે. અને આ સ્થિરતા માટે નિરતિચાર સમ્યગદર્શનનું પાલન કરે. આ બધી વાત સમ્યગદર્શનની સ્થિરતા માટે આવશ્યક અને અનિવાર્ય છે.
સમ્યગદર્શનની સુરક્ષા
સંસારમાં જે પણ પદાર્થ બહુમૂલ્યવાન હોય છે અને બહુ દુર્લભ હોય છે તેની સુરક્ષા અને તેનું જતન ખૂબ ચોકસાઈથી કરવું પડે છે. તે વસ્તુ ખોવાય નહીં માટે.
આ જ રીતે આધ્યાત્મિક જગતમાં આત્મા માટે સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ હોય તો તે છે “સમ્યગ્ગદર્શન' સમ્યગ્ગદર્શન મેળવવું ખૂબ જ દુર્લભ છે અને તેના પછી તેને સાચવવું પણ એટલું જ અઘરું છે. મોક્ષરૂપી તીજોરીની ચાવી તે સમ્યગ્રદર્શન જો આપણે ખોઇ બેસીએ તો મોક્ષના દરવાજા આપણે ખોલી શકતા નથી.
આ થઈ સમ્યગદર્શનના મૂલ્ય અને દુર્લભતાની વાત. અહીં આપણે એ વિચારવાનું છે કે સમ્યગદર્શન આપણે કઈ રીતે પામી શકીએ અને સુરક્ષિત રાખી શકીએ.
સમ્યગદર્શન પામવાની વાત તો આપણે આગળ કરી છે કે કેવી રીતે પામી શકાય.પણ સુરક્ષિત રાખવા માટે આપણે એ સમજવું જરૂરી છે કે સુરક્ષિત રાખવાનું કોનાથી છે? કોણ એવો ચોર છે કે જે આપણું સમ્યગ્રદર્શન ચોરી જશે? આ સવાલનું સમાધાન એમ છે કે “સમ્યગદર્શન”નું જો કોઈ બાધક તત્ત્વ હોય તો તે છે “મિથ્યાદર્શન”. આ એવી જ રીતે છે કે જાણે પ્રકાશનું બાધક તત્ત્વ અંધકાર છે. સમકિત
૨૮૧