________________
૨.૧૪ સમ્યગ્રદર્શનની સ્થિરતા, સુરક્ષા અને વિશુદ્ધિ
સમ્યગદર્શન તે આત્માનું વિશુદ્ધ પરિણામ છે. આ પરિણામ જ્યારે ક્ષાયિક સમ્યગદર્શન પ્રગટે છે ત્યારે તો કાયમ માટે એક જેવું જ રહે છે. આ સમ્યગદર્શન વખતે પરિણામોમાં ચંચળતા, મલિનતા કે શિથિલતા કયારેય આવતી નથી. પણ જ્યારે ક્ષયોપશમ કે ઉપશમ સમકિત હોય છે. ત્યારે પરિણામોમાં ઉતાર-ચઢાવ, ઉત્થાન-પતન, આરોહ-અવરોહ આવતાં રહેતાં હોય છે. આમાં ચંચળતા, મલિનતા અને શિથિલતા પણ આવ જા કરે છે. આ બે પ્રકારના સમ્યગદર્શન વખતે પરિણામો કાયમ માટે એક સરખા હોતા નથી. આવા વખતે સમ્યગ્રદર્શનને અધિક ટકાવી રાખવા અને તેમાં શુદ્ધતા રહે અને વધે તેના માટે જીવનમાં નિમ્ન ભાવોનું હોવું જરૂરી છે. તે નીચે પ્રમાણે છેઃ (૧) સ્વયં અને બીજામાં જ્ઞાનની વૃદ્ધિ કરે
(૨) વિવેકપૂર્વક સત્ય, પ્રિય, પરિમિત અને હિતકારી ભાષા બોલે. (૩) દુઃખમાં ધૈર્ય રાખે, સત્યને ન છોડે (૪) સદા સંતોષી રહે, દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેવાનો પ્રયત્ન કરે.
(૫) તત્ત્વજ્ઞાનમાં પ્રવીણ થાય
(૬) અનાદિકાળથી મિથ્યાવશ અજ્ઞાન દ્વારા ઇન્દ્રિય-સુખોને જ સાચાં સુખ માન્યાં હતાં, આવી
મારી વિપરીત બુદ્ધિ નષ્ટ થાય. વિષયસુખની ઈચ્છા સમાપ્ત થાય અને આત્મિક સુખની ભાવના જાગૃત થાય. પર ચીજની ચાહ નષ્ટ થાય અને નિઃસ્પૃહતા અને આકાંક્ષા વધે. આવા પ્રકારની ભાવના ભાવવી.
(૭) પર-વસ્તુને પામવાની આકાંક્ષા જ આકુળતા છે, જે આત્મ-ભાનને નષ્ટ કરવાવાળો
ભવ-વ્યાધિ છે. પર-વસ્તુની ઈચ્છાના ત્યાગથી શાંતિ અને સમભાવ રસ પ્રાપ્ત થાય છે. આનાથી જ આત્માના ગુણોની વૃદ્ધિ થાય છે.
(૮) તત્ત્વોની સાચી સમજ મારામાં આવે, વિપરીત સમજ નાશ થાય. સત્યને સમજી લીધા
પછી પૂર્વગ્રહ ન રહે. તત્ત્વોમાં અરુચિ દૂર થાય અને ગાઢ રુચિ પ્રગટે. ૨૮૦
સમકિત