________________
તો જ્ઞાન કે ન તો ચારિત્ર શુદ્ધ રહે છે. તપ પણ તેના વગર શુદ્ધ રહેતું નથી.
તત્ત્વાર્થ સૂત્રમાં દર્શનવિશુદ્ધિને તીર્થંકર નામગોત્રના ઉપાર્જનનું મુખ્ય કારણ બતાવ્યું છે.
“ન વિશુદ્ધિ તીર્થત્વ " - તત્ત્વાર્થસૂત્ર આચાર્ય ઉમાસ્વાતી; ગાથા ૬.૨૪ (પાનું. ૩૮૪, પ્રકાશકઃ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા મહેસાણા, વર્ષ ૧૯૭૯)
ભગવતી આરાધનામાં શુદ્ધ સમ્યગદર્શનનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે
"सुद्धे सम्मत्ते अविरदो वि अज्जेदि तित्थयरणामं । जादो दु सेणिगो आगमेसिं अरुहो अविरदो वि ॥" - ભગવતી આરાધના; ગાથા ૧.૭૪૦ (પાનું ૪૬૬, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, (મહારાષ્ટ્ર), વર્ષ ૧૯૭૮).
અર્થાત્ - શંકા, કંખા આદિથી રહિત શુદ્ધ સમ્યક્ત હોવાથી પણ અવિરત સમ્યગદૃષ્ટિ તીર્થકર નામગોત્ર ઉપાર્જન કરી લે છે. કેવળ શુદ્ધ સમ્યગદર્શનના કારણે જ અવિરત સમ્યગ્દષ્ટિ રાજા શ્રેણિક ભવિષ્યકાળમાં અરિહંત (તીર્થકર) થશે.
તત્ત્વાર્થ સૂત્રમાં તીર્થકરનામ કર્મ ઉપાર્જન માટે ૧૬ ભાવનાઓ બતાવી છે. પણ જૈનાચાર્યોનું કહેવું છે કે આ ૧૬ ભાવનામાં પરમ આગમની ભાષામાં ૨૫ દોષો રહિત અને અધ્યાત્મ ભાષામાં નિજ શુદ્ધ આત્મામાં ઉપાદેયરુપ રુચિરૂપ સમ્યત્વ ભાવનાને જ મુખ્ય સમજવી જોઈએ. (દ્રવ્યસંગ્રહ ટીકા ૩૮, ૧૫૯૪)
દર્શન વિશુદ્ધિનાં બાબતમાં મોક્ષ-પાહુડમાં બતાવ્યું છેઃ "दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं । दसणविहीण पुरिसो न लहइ तं इच्छियं लाहं ॥" - અષ્ટપાહુડ; મોક્ષ પાહુડ ગાથા ૩૯, (પાનું પ૨૨, લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ લાડમલ જૈન શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪) જે સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી શુદ્ધ છે, તે જ આત્મા વાસ્તવમાં શુદ્ધ છે. અર્થાત તે જ સમકિત
૨૮૩