________________
આત્માનું જ્ઞાન, ચારિત્ર અને તપ શુદ્ધ છે. દર્શન-શુદ્ધ આત્મા જ નિર્વાણને પ્રાપ્ત કરી શકે છે. દર્શનવિશુદ્ધિ વિહીન વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકતી નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે પોતાની અંતિમ ધર્મદશનામાં શુદ્ધ સમ્યગદર્શનનો લાભ બતાવતા કહ્યું છે કે "सम्मदंसणरत्ता अनियाणा सुक्कलेसमोगाढा। इय जे मरंति जीवा तेसिं सुलहा भवे बोही ॥" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૩૬.૨૫૮ (પાનું ૪૪૪, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) જે નિદાન (સુખ-ભોગોની વાંછાથી યુક્ત સંકલ્પ)થી રહિત સમ્યગદર્શનમાં અનુરક્ત છે, શુકલેશ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે, તે જીવોને મરણ પછી “બોધિ” પામવાનું ખૂબ સુલભ છે. શુદ્ધ સમ્યગદર્શનધારકને તેનું સર્વોત્તમ ફળ બતાવતા કહ્યું છે કે "अतिचारविनिर्मुक्तं यो धत्ते दर्शनं सुधीः। तस्य मुक्ति समायाति नाकसौख्यस्य का कथा? ॥" ભટ્ટારક સકલકીર્તિનું પ્રશ્નોત્તર શ્રાવકાચાર, ગાથા ૧૧.૯૪ જે બુદ્ધિમાન માનવ અતિચારોથી મુક્ત શુદ્ધ સમ્યગદર્શનને ધારણ કરી લે છે, તેને મુક્તિલક્ષ્મી સ્વયં વરવા આવે છે. સ્વર્ગનાં સુખોનું તો શું કહેવું? એ તો એમને એમ જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ સમ્યગદર્શનના હોવાથી જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ ધર્મ કહેવાવાળાં તત્ત્વોનું પાલન સાચા અર્થમાં ધર્મ બની શકે છે. અન્યથા નહીં. નીચે બતાવ્યું છે "सम्यकत्व शुद्धाविव धर्मलाभ" સમ્યક્ત શુદ્ધિ થવાથી જ ધર્મનો લાભ થાય છે. આનો અર્થ એમ છે કે શુદ્ધ સમ્યગૃષ્ટિપૂર્વક અહિંસા, સત્ય, આદિનું આચરણ કરવાથી જ ધર્મનો લાભ મળી શકે છે. આ અટપટી વાતને બરાબર સમજવા માટે એ રીતે જોવું કે “શુદ્ધ સમ્યગ્દર્શન” વિના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, આદિ તત્ત્વનું પાલન કે આચરણ કરવાથી તે ધર્મ ન રહેવાથી પુણ્યનું રૂપ લે છે. એટલે કે પુણ્ય બંધાતા સંસારનાં બધા સુખો, દેવ સુખો બધું મળી શકે છે. પણ ધર્મનો લાભ ન મળવાથી બીજા ભવોમાં જૈન ધર્મ પ્રાપ્ત થવો, તેમાં રૂચિ રહેવી અને મોક્ષ
સમકિત
૨૮૪