________________
માર્ગ મળવો તે કોઈ વાર દુર્લભ બની જાય છે. એટલે અહીં ધર્મ ન મળવો અને પુણ્ય મળવું તે બેમાં ફરક બતાવ્યો છે. સમ્યગ્રદર્શનમાં વિશુદ્ધિ એટલે શું? સમ્યગ્દર્શનની વિશુદ્ધિની પરિભાષા તથા લક્ષણો અને તેના સ્વરૂપને જાણવાં ખૂબ જ જરૂરી છે. જુદા જુદા આચાર્યો દ્વારા પ્રસ્તુત કરેલાં લક્ષણો આ પ્રમાણે છે. (૧) વીતરાગ ભગવાન દ્વારા બતાવેલા મોક્ષમાર્ગ પર નિઃશંક્તિ (શંકા વગર) આદિ આઠ અંગોથી યુક્ત રુચિ અને શ્રદ્ધા તે દર્શન વિશુદ્ધિ કહેવાય. સર્વાર્થસિદ્ધિ ૬/૨૪ (૨) “સ સમર્વસ તવિસુલા....તિમૂહાવોઢअट्ठमलवदिरित्त सम्मदंसणभावो दंसणविसुज्झदा नाम" ધવલા ૮/૭૯-૮૦ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થ “દર્શનનો અર્થ સમ્યગદર્શન છે. તેની વિશુદ્ધતા અર્થાત્ મૂઢતાઓ આઠમદ કે આઠમલથી રહિત સમ્યગદર્શનનું નામ દર્શનવિશુદ્ધતા.” (૩) જિનોપદેશિત મોક્ષમાર્ગના વિષયમાં શંકા, કંખા (આલોક-પરલોકમાં ધર્મકરણીના ફળની
ઈચ્છા), વિચિકિત્સા, અન્યમાર્ગ પ્રશંસા, અન્યમાર્ગોના પરિચયથી વિરતિ તથા મૂઢતાઓ
આદિથી રહિત હોવું તેને સમ્યગદર્શન વિશુદ્ધતા કહેવાય છે. (૪) જીવાદિ પદાર્થોના સંબંધમાં તત્ત્વવિષયક રુચિ, પ્રીતિ અને નિર્મળતા હોવી તે દર્શન
વિશુદ્ધિ કહેવાય. (૫) ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યગદર્શનોની યથાયોગ્ય અનેક પ્રકારની શુદ્ધિ
પણ દર્શનવિશુદ્ધિ કહેવાય. (૬) શંકાદિ મળના હટી જવાથી જે પ્રસન્નતા થાય છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે તે પણ
દર્શન વિશુદ્ધિ કહેવાય.
(૭) પ્રવચનસારની તાત્પર્યવૃત્તિમાં દર્શનશુદ્ધ પુરુષનું લક્ષણ નીચે પ્રમાણે બતાવ્યું છે. સમકિત
૨૮૫