________________
"निजशुद्धात्मरुचिरुपनिश्चयसम्यक्त्वसाधकेन मूढत्यादि पंचविंशतिमलरहितेनतत्त्वार्थश्रद्धानलक्षणेन दर्शनेन शुद्धा दर्शनशुद्धाः पुरुषाः।" - આચાર્ય અમ્રિતાચંદ્ર તાત્પર્યવૃત્તિ ટીકા, ગાથા ૮૨.૧૦૪.૧૮ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશક: દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) નિજ શુદ્ધ આત્મસ્વરૂપનો રુચિરૂપ નિશ્ચય સમ્યગુદર્શનનો સાધક જે તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ દર્શન છે, તેની ત્રણ મૂઢતાઓ આદિ ૨૫ દોષોથી રહિત-શુદ્ધ દર્શનથી યુક્ત પુરુષ દર્શનશુદ્ધ કહેવાય છે. આ પ્રકારે સમ્યગદર્શનની વિશુદ્ધિનાં સ્વરૂપ સમજીને સાધકે પોતાની શુદ્ધિ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
શ્વેતાંબર પરંપરામાં વિશુદ્ધિનો માર્ગ
ઉત્તરાધ્યયન સૂત્ર ૩/૧૨ માં કહ્યું છે કે
“થો યુદ્ધ વિઠ્ઠ" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૧૨ (પાનું ૭૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
ધર્મ શુદ્ધ આત્મામાં જ ટકી શકે છે એટલે ધર્મ શુદ્ધ રાખવા માટે સમ્યગ્રદર્શનને પણ શુદ્ધ રાખવું જરૂરી છે.
સમ્યગદર્શનને શુદ્ધ રાખવા માટે ઉત્તરાધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે,
“વર્ષથ્વીતત્થgum વંસ વિર્દિ ની ” ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯/૯ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૯.૯ (પાનું ૧૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯)
ચોવીસ તીર્થકરોની સ્તુતિ-સ્તવ (ચતુર્વિશતિસ્તવ) બોલવાથી જીવ દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અરિહંતદેવના પ્રતિ શ્રદ્ધા ત્યારે જ સુદઢ અને શુદ્ધ થઈ શકે છે જ્યારે વ્યક્તિ અનન્યભક્તિભાવથી, અન્ય હેતુ વગર, નિષ્કામ, નિસ્વાર્થ ભાવથી ફક્ત આત્મશુદ્ધિની દષ્ટિથી સ્તુતિ કે સ્તવન કરે, ૨૮૬
સમકિત