________________
એટલે આ બધા દોષોને દૂર કરવા માટે “તત્વ” અને “અર્થ” એમ બે પદોને ગ્રહણ કરીને સમ્યગદર્શનનાં લક્ષણ માટે મૂક્યાં છે.
એકલા “અર્થ” ઉપર જ શ્રદ્ધા રાખવાથી પણ સમ્યગ્દર્શનના લક્ષણ તરીકે માનવામાં આવે તે યોગ્ય નથી. કારણ કે “અર્થ” શબ્દ ઘન, પ્રયોજન વગેરે માટે પણ વપરાય છે. અને તેને માનવામાં સમ્યગદર્શનનું લક્ષણ ગણાતું નથી.
બીજી વાત એ છે કે “અર્થ” શ્રદ્ધાન કેવળ લક્ષણ તરીકે માનવામાં આવે તો દરેક પદાર્થોના અર્થને માનવું પડે. સંસારમાં અનન્ત પદાર્થો છે તો ક્યા ક્યા પદાર્થોના અર્થ ઉપર શ્રદ્ધા રાખવી? અને ક્યા ઉપર નહીં? આ બધી મુશ્કેલીઓના હિસાબે એમ નક્કી થાય છે કે-જે તત્ત્વભૂત પદાર્થો છે તેના ઉપર અને તેના અર્થ ઉપર એમ “તત્વાર્થ શ્રદ્ધાન”તેને જ સમ્યગદર્શનના લક્ષણ તરીકે કહેવાય છે.
આમ, તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધાને સમ્યગ્રદર્શન માનીએ તો એ સવાલ થાય છે કે કોને તત્ત્વભૂત પદાર્થો માનવા? જો તત્ત્વભૂતનો અર્થ એમ કરીએ કે જે પદાર્થ ગમે તેના ઉપર શ્રધ્ધા રાખવી તો તો દરેક જણ માટે જુદા જુદા પદાર્થો થઈ જશે. જેમ કે કોઈ બાળકને મીઠાઈ ગમે છે તો તે તેના ઉપર રુચિ રાખે અને કોઈ ધનલોભીને ધન ગમે છે તો તે તેના ઉપર રુચિ રાખે. કોઈ ભોગીને ઈન્દ્રિયોના વિવિધ વિષયોના ભોગ ઉપર શ્રધ્ધા છે, આમ દરેક જણ માટે સમ્યગ્રદર્શનનાં લક્ષણ જુદાં જુદાં થઈ જશે. આમાં તો મિથ્યાત્વનો પણ સમાવેશ લક્ષણ તરીકે થઈ જાય છે.
તો સત્ય શું છે? અને કોને તત્ત્વભૂત માનવું? એનો જવાબ એ છે કે શાસ્ત્રો કે ગ્રંથોમાં બતાવેલા સાત કે નવ પદાર્થો જ તત્ત્વ છે. અન્ય પદાર્થ તત્ત્વભૂત નથી.
વ્યવહાર-સમ્યગ્દર્શનનાં લક્ષણો અને વ્યાખ્યાઓમાં નીચે પ્રમાણે પદોનો ઉપયોગ થયો છે.
"जिणपण्णतं तत्तं, जिणवरेहिं पण्णत्तं जीनवरो द्वारा प्रज्ञप्त, जीनोक्तत्त्वेषु" - સમ્યગદર્શન; (પાનું ૨૩૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતી કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
४४
સમકિત