________________
જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેલાં તત્ત્વ.
આમ, સ્પરૂપે જણાય છે કે નવ તત્ત્વ, ૬ દ્રવ્ય, પંચાસ્તિકાય તે બધું કોઈ અલ્પ જ્ઞાન દ્વારા કહેલું મનકલ્પિત વાત નથી. પણ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિત અને પ્રરૂપિત વચનો છે. એટલા માટે તે તત્ત્વભૂત છે. તેના ઉપર જીનેશ્વર દેવોની મહોર લાગેલી છે.
વીતરાગ સર્વજ્ઞદેવો આ પદાર્થોને તત્ત્વભૂત એટલા માટે બતાવ્યા છે કારણ કે જીવતત્ત્વને છોડીને શેષ પદાર્થો આત્માના વિકાસ માટેના નિમિત્તો છે. આત્માની શુદ્ધતા કે અશુદ્ધતા માટેના નિમિત્તો છે. મુખ્યત્વે જીવ અને અજીવ એ બે તત્ત્વોમાં સંસારના સમસ્ત પદાર્થ આવી જાય છે.
અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિના આધારે નવ તત્ત્વોને જાણી લે છે, નવ તત્ત્વનાં, ભેદ, અર્થ-લક્ષણ તે બધું જાણી લે છે અને કંઠસ્થ પણ કરી લે છે એ આ બધા તત્ત્વ ઉપર સારાં ભાષણ પણ આપે છે. પોતાની વાણીથી બીજાને શ્રદ્ધા પણ કરાવે છે. પોતાની શ્રદ્ધા પણ મક્મ કરે છે. આવી સ્થિતિમાં શું એ વ્યક્તિને સમ્યગ્દર્શન સમ્પન્ન કહેવાય સભ્યશ્રદ્ધા યુક્ત માની શકાય?
આ સવાલનું સમાધાન કરતા શાસ્રકાર કહે છે કે એ વ્યકિતની શ્રદ્ધા આ તત્ત્વભૂત પદાર્થો ઉપર ત્યાં સુધી સાચી ન મનાય કે જ્યાં સુધી તે આ તત્ત્વોને ગહેરાઈથી સમજી અને તેમાં મુખ્ય જીવતત્ત્વને કેન્દ્રભૂત માની બાકીના બધાં તત્ત્વોને આત્માના આધ્યાત્મિક વિકાસ માટે છે તે દૃષ્ટિથી બરાબર સમજે નહીં. એ વ્યક્તિની સાચી શ્રદ્ધા ત્યારે જ મનાય જ્યારે આ પદાર્થોમાં હેય, ઉપાદેય અને જ્ઞેયનો વિવેક કરે. અને જ્ઞેયને જાણે, ઉપાદેયને ગ્રહણ કરે અને હેયને ત્યાગે. આની સાથે તેના કષાયોમાં મંદતા હોય, વિષયાસક્તિ ઓછામાં ઓછી હોય, મોક્ષ પ્રતિ તીવ્ર ઉત્સુક્તા હોય. સંસાર પ્રતિ વૈરાગ્યભાવ હોય. પ્રાણીમાત્ર અને પોતાના જ આત્મા પ્રતિ અનુકંપા હોય. સત્ય તરફ પૂરી આસ્થા હોય.
આમ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા સાથે આ બધાં લક્ષણો જ્યારે દેખાય ત્યારે આપણે તેને વ્યવહારથી સમ્યગ્દર્શન છે એમ કહી શકાય.
'भावेणं सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं "
ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨૮.૧૫ (પાનું ૧૪૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯)
સમકિત
44
-
૪૫