________________
ભાવથી-અન્તકરણથી નિશ્ચયપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યત્વ-સમ્યગ્ગદર્શન કહાં છે. ટૂંકમાં ફક્ત તત્ત્વો ઉપર શ્રદ્ધા કરવી પણ તે જો આત્મલક્ષી ન હોય તો તેને સમ્યકત્વ થતું નથી. તેથી આત્મલક્ષી તત્ત્વરુચિને જ સમ્યગ્દર્શન સમજવું જોઈએ.
આમ વ્યવહાર સમ્યગદર્શનના મુખ્ય બે લક્ષણોમાંથી પ્રથમ લક્ષણ ઉપર આપણે પ્રકાશ નાખી ચૂક્યા છે. હવે તેના બીજા લક્ષણને જોઈએ.
બીજું લક્ષણ શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડા થોડા ફરકથી બતાવવામાં આવ્યું છે. પહેલા આપણે બંને પરંપરાઓના મુખ્ય લક્ષણ જોઈએ પછી તેની વ્યાખ્યા સમજીએ.
શ્વેતાંબર પરંપરા
"अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो जिणपण्णतं तत्तं, इअ सम्मतं मए गहियं ।" - ગુણસ્થાન મોક્ષના સોપાન; (પાનું ૭૪, લેખક ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૨૦૧૦). અર્થાત્ - જાવજીવ અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે અને જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત તત્ત્વ જ મારો ધર્મ છે. આ પ્રકારે મે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું છે.
દિગંબર પરંપરા
"अत्तागमतच्चाणं सहहणादो हवेइ सम्मत्तं" - આચાર્ય કુંદકુંદ ‘નિયમસાર', જીવાધિકારઃ ગાથા ૫ (પાનું ૧૯, લેખકઃ દિગંબર જૈન ત્રિલોક સંસ્થાન, (હસ્તિનાપુર) મેરઠ, (ઉ.પ્ર.) વર્ષ ૧૯૮૫)
આમ, આગમ અને તત્ત્વના પ્રતિ શ્રદ્ધાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે.
આ બંને લક્ષણોના શબ્દ મળતા નથી આવતા, પણ બંનેનો ભાવાર્થ સરખો છે. આનો અર્થ વિતરાગ અરિહંત થાય છે, આગમનો અર્થ તો શાસ્ત્ર થાય છે પણ એ શાસ્ત્રો જે તીર્થકરના ઉપદેશવાળા હોય, અને ત્રીજો જિન-પ્રજ્ઞપ્ત તત્ત્વરૂપ ધર્મ છે. તત્ત્વ શબ્દથી ફરી આપણે ૭ કે ૯ તત્ત્વ ઉપર આવીએ છીએ. આમ શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓ પ્રમાણે
સમકિત
૪૬