________________
સમ્યગદર્શનના લક્ષણ રૂપે-દેવ, ગુરુ, ધર્મ (તત્ત્વ) અને શાસ્ત્ર એમ ચાર ઉપર યથાર્થ શ્રદ્ધાન કરવી તેમ મનાય છે.
આજ લક્ષણોને કેન્દ્રમાં રાખીને બંને પરંપરાના વિદ્વાન ગ્રંથકારો એ પોતપોતાની વ્યાખ્યાઓ પ્રસ્તુત કરી છે.
તે નીચે પ્રમાણે છેઃ
"या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः । થર્ષે થર્ષથી શક્તા, સખ્યત્વમિલમુચ્યતે ” - આચાર્ય હેમચંદ્રજી યોગશાસ્ત્ર; ગાથા ૨.૨ (પાનું ૨૦, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયાટેક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯)
સાચા દેવમાં દેવત્વ બુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુત્વબુદ્ધિ અને સુધર્મમાં ધર્મબુદ્ધિ હોવી તે સમ્યકત્વના લક્ષણ કહેવાય.
"नाय॑हत परो देवो, धर्मो नास्ति दयां विना । तपः परं च नैर्गन्थ्यमेतत् सम्यकत्वलक्षणम् ॥" - સમ્યગ્દર્શન; (પાનું ૨૪૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અરિહંત દેવથી મોટા કોઈ દેવ નથી, દયા વિના કોઈ મોટો ધર્મ નથી, તપઃપરાયણ નિગ્રંથ સાધુ જ સાચા ગુરુ છે. આ પ્રકારનો દઢ શ્રદ્ધાન તે સમ્યત્વનાં લક્ષણ છે.
"णिज्जयदोसं देवं सव्वजियाणं दयावरं धम्म वाज्जियगंथं गुरुं, जो मण्णदि सो हु सदिट्ठी ॥" - કાર્તિકેયાનુપ્રેક્ષા; ગાથા ૩૧૭ (પાનું ૨૨૪, લેખકઃ સ્વામી કાર્તિકેય, પ્રકાશકઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૦)
જે દોષરહિત વીતરાગ તે દેવ, સર્વજીવ-દયાપરાયણ ધર્મ તે શ્રેષ્ઠ ધર્મ, તથા નિગ્રંથ સાધુને ગુરુ માને તે જ સમ્યગૃષ્ટિના લક્ષણ છે.
સમકિત
४७