________________
" हिंसारहिए धम्मे अट्ठारहदोस वज्जिए देवे णिग्गंथे पव्वणे सद्दहणं होइ सम्मत्तं । "
મોક્ષપ્રાભૃત; ગાથા ૯૦ (પાનું ૫૭૮, લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ લાડમલ જૈન શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪)
હિંસારહિત ધર્મમાં, અઢાર દોષરહિત દેવમાં, મોક્ષમાર્ગ પ્રવચનદાતા નિગ્રંથ ગુરુમાં શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે.
'अत्तागमतच्चाणं जं सद्दहणं सुनिम्मलं होइ ।
संकादिदोसरहियं तं सम्मतं मुणेयव्वं ।"
વસુનંદી શ્રાવકાચાર; ગાથા ૬, (પાનું ૭૨, લેખકઃ આચાર્ય વસુનંદી, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨)
આમ (સાચા દેવ), આગમ (શાસ્ત્ર) અને તત્ત્વના શંકા દોષરહિત જે અતિનિર્મલ શ્રદ્ધાન થાય છે તેને સમ્યક્ત્વ કહેવાય છે.
'आप्तागमपदार्थानां श्रद्धानं कारणद्वयात् ।
मूढाद्यपोढमष्टांगं सम्यकत्वं प्रशमादिभाक् ॥”
ઉપાસક અધ્યયન કલ્પ; ગાથા ૨.૪૮ (પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, વર્ષ ૧૯૬૪)
44
આંતરિક અને બાહ્યા કારણોના મળવાથી આમ (દેવ), આગમ (શાસ્ત્ર) અને પદાર્થો ઉપર ત્રણ મૂઢતાઓથી રહિત તથા આઠ અંગ સહિત જે શ્રદ્ધાન થાય છે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. એ સમ્યગ્દર્શન પ્રશમ, સંવેગ આદિ ગુણોથી યુક્ત હોય છે.
આમ વ્યવહાર સમ્યગ્દર્શનનાં મુખ્ય બે લક્ષણો બતાવ્યા છે. (૧) તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધાન અને (૨) દેવ, ગુરુ ધર્મ અને શાસ્ત્ર ઉપર શ્રદ્ધાન.
દિગંબરી પ્રસિદ્ધ ગ્રંથ ધવલામાં ખૂબ જ સુંદર રીતે બતાવ્યું છે કે બેઉ લક્ષણોમાં અંતર નથી. એમાં કહ્યું છે કે દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણેને તત્ત્વાર્થ જ સમજવું જોઈએ. એટલે જે નવ તત્ત્વ છે તેની અંદર જ દેવ, ગુરુ અને ધર્મને પણ સમાવેશ કરવો. આ ત્રણે પણ તત્ત્વભૂત
પદાર્થ જ છે.
૪૮
સમકિત