________________
સવાલ એ છે કે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા કરવાથી અને કુદેવ ઉપરથી શ્રદ્ધા હતી જવાથી મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે, આ અપેક્ષાથી તેને સમ્યગદર્શન કહાં છે. પણ આ લક્ષણ માત્રથી સમ્યગદર્શન થાય પણ ખરી અને ન પણ થાય, પણ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખી અને તેની સાથે તત્ત્વોને સમજી અને તેના ઉપર શ્રદ્ધા કરવાથી વ્યવહારથી સમ્યગદર્શન જણાય છે.
આમ, બંને લક્ષણોને કારણ અને કાર્ય એમ સમજી બેઉ ઉપર શ્રદ્ધા કરવાથી જ વ્યવહાર સમ્યગદર્શન કહેવાય છે.
આનાથી વિપરીત કોઈ વ્યક્તિ અરિહંત આદિ દેવો પ્રતિ શ્રદ્ધા રાખે તેમના ગુણોને જાણે પણ તેને તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધા નથી, તો આવી સ્થિતિમાં તેને સમ્યગ્ગદર્શન કહી શકાય છે?
આનું સમાધાન એ છે કે જીવ-અજીવ આદિ સ્વરૂપ જાણ્યા વગર કેવળ અરિહંત આદિના પ્રતિ કોરી અંધશ્રદ્ધાથી આત્માના ગુણો અને શરીરના ગુણોની ભિન્નતા જણાતી નથી. આવી સ્થિતિમાં તેને પોતાના આત્મા અને પારદ્રવ્યને અલગ અલગ માનવું અને સમજવું મુશ્કેલ થઈ જાય છે. અને આત્મા પર વિશ્વાસ રાખ્યા વગર આત્માની પ્રગતિ થતી નથી. આ કારણના હિસાબે કેવળ અરિહંત આદિના પ્રતિ શ્રધ્ધાન તેનાથી વાસ્તવિકમાં સમ્યગુદર્શન થતું નથી.
અર્થાત પૂર્ણ સત્યનો સાક્ષાત અનુભવ કરેલા વીતરાગ પુરુષો (આદિ) પર શ્રદ્ધા રાખી તેમણે બતાવેલા સત્યભૂત તત્ત્વો પર દઢ વિશ્વાસ રાખવાથી આત્માને સમ્યગદર્શન થાય છે જે સંસાર ચક્રને અટકાવી મોક્ષ પમાડે છે. જેમ સૂત્રકૃતાંગમાં બતાવ્યું છે કે
“વવું, વ વવવુવાદિયં સહ!' - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૨.૩.૧૧ (પાનું ૧૬૫, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૨) જેણે નથી જોયું, તે જેણે જોયું છે તેની વાત ઉપર વિશ્વાસ રાખીને ચાલે. જૈન ધર્મ ગુણપૂજક છે. તે દેવ કે ગુરુના રૂપમાં કોઈ એક વ્યક્તિને ઉપસ્થિત કરતો નથી. તે કોઈપણ આત્મામાં જ્યારે ગુણો ખીલેલા દેખે છે ત્યારે જ તેનામાં દેવ કે ગુરુ તરીકેની શ્રદ્ધા રાખવાનું કહે છે. આ ગુણોના કારણે દરેક અરિહંત દેવ અને દરેક ગુરુનો ઉપદેશ એક સરખો જ હોય છે. કેવળજ્ઞાન પામ્યા પછી જ્યારે પણ અરિહંત બોધ આપે છે તે એક સરખો જ સમકિત
૪૯