________________
હોય છે, આ કારણે આપણે કેવળી પ્રરુપિત ધર્મમાં વિશ્વાસ એવં શ્રદ્ધા રાખવા માટે કહ્યું છે. આમ આપણા માટે દેવ, ગુરુ અને ધર્મમાં કોને માનવું અને કોને નહીં માનવું તે શંકાનું કારણ રહેતું નથી. દરેકનો બોધ યથાર્થ અને સરખો જ હોય છે. આપણે શ્રદ્ધા મૂકવાની જ બાકી રહે છે. પાત્ર તો સામે જ હોય છે.
જૈનધર્મ જીવન-વિકાસ માટે શ્રદ્ધા અને બુદ્ધિ (તર્ક) આ બંનેને આવશ્યક માને છે. બુદ્ધિ (તર્ક) તે જીવનને સાચો માર્ગ બતાવે છે અને શ્રદ્ધા તે એ માર્ગ ઉપર લગનથી આગળ વધવામાં સહાયક બને છે.
શ્રદ્ધાનો અર્થ અંધ-વિશ્વાસ નથી. આંખ કે મગજને બંધ કરીને કોઈપણ વ્યક્તિ કે શાસ્ત્રને સમર્પિત થવું અને મસ્તક ઝુકાવવું તેને શ્રદ્ધા કહેવાતી નથી.
સૌ પ્રથમ કંઈપણ જાણીને પછી તેના ઉપર બરાબર બુદ્ધિ (તર્ક)થી વિચાર કરીને જ શ્રદ્ધા મૂકાય છે.
આ રીતે શ્રદ્ધા મૂકવાથી સફળતા મળે છે. શ્રદ્ધા શારીરિક ક્રિયા નથી તે અંતરંગ વસ્તુ છે.
ગુરુ પ્રતિ શ્રદ્ધા પણ પ્રાથમિક ચરણે ખૂબ કીમતી છે. પ્રાથમિક ચરણમાં કોઈ સાચા નિઃસ્પૃહ માર્ગદર્શકનો સહારો ખૂબ જ જરૂરી છે. જેમ એક દીપકની બાજુમાં બીજો દીપક પણ જ્યોત પકડી લે છે. આમ ગુરુના માર્ગદર્શનથી શિષ્ય પણ પોતાની મોક્ષ-યાત્રા પર સ્વયં ચાલી શકે છે.
જે વ્યક્તિ અનેક પ્રકારના દેવોના પ્રતિ (જે વીતરાગી નથી) શ્રદ્ધા રાખે છે અને અનેક પ્રકારના ગુરુઓ (જે નિગ્રંથ નથી)ના પ્રતિ શ્રદ્ધા રાખે છે, તે વ્યક્તિની શ્રદ્ધા તે મૂળ શ્રદ્ધા ગણાતી નથી.
ઘણા લોકો કહે છે કે અમને પણ દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ પૂર્ણ શ્રદ્ધા છે. પણ માત્ર તેનાથી સમ્યગ્દર્શન આવતું નથી. આમ તો વૈષ્ણવ, શૈવ, મુસ્લિમ, ઈસાઈ આદિ બધાને પોતપોતાના દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા હોય જ છે. પણ તે શ્રદ્ધાની જોડે આત્માના પ્રતિ સાચી તથા દૃઢ શ્રદ્ધાનો અભાવ હોય છે. આત્માના ગુણો અને તેની અનંતશક્તિ ઉપર વિશ્વાસ હોતો નથી.
સૌ પ્રથમ દેવ, ગુરુ, ધર્મ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા કરી તેમના બોધ અને ઉપદેશથી આત્મા
૫૦
સમકિત