________________
અને તેના ગુણો અને શક્તિ ઉપર શ્રદ્ધા થવાથી અને આત્મદર્શન થવાથી જ દેવ, ગુરુ અને ધર્મ ઉપરની શ્રદ્ધા ટકી શકે છે. આમ આત્મલક્ષ્મી શ્રદ્ધા જ કલ્યાણકારિણી હોય છે. વાસ્તવમાં જોઈએ તો દેવ, ગુરુ અને ધર્મ તે સાધ્ય નથી, પણ સાધન છે, નિમિત્ત છે. સાથે તો
સ્વયં આત્મા જ છે. દેવ, ગુરુ અને ધર્મ તો ઉધ્વરોહણ કરવા માટેના સહારા છે, ચઢવાનું તો આત્માને જ છે. મોલમાં તો આત્માને જ પહોંચવાનું છે. મોક્ષપ્રાપ્તિના સમયે તો સ્વયં આત્મા જ દેવ, આત્મા જ ગુરુ અને આત્મભાવ જ ધર્મ બની જશે. હવે આપણે જુદા જુદા ગ્રંથકારો દ્વારા પ્રસ્તુત દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને સમજીએ, તેથી તેના પ્રતિ પાકી શ્રદ્ધા કરવામાં સહાયરૂપ થઈ શકે.
દેવ તત્ત્વ
વ્યવહાર-સમ્યગ્રદર્શનના લક્ષણમાં અરિહંત અથવા આસને જ દેવ માન્યા છે. શ્રદ્ધેય તત્ત્વોમાં સૌથી પ્રથમ તત્ત્વ દેવ જ છે. ભારતીય પરંપરામાં દેવની કલ્પનાના અનેક રૂપ છે. વૈદિક પરંપરામાં એક મહાન શક્તિને દેવ માનવામાં આવે છે, અને તેને વરદાતાના રૂપમાં માને છે. ઈન્દ્ર, વણ, અગ્નિ, વાયુ આદિને દેવ માની અનેક સાંસારિક સુખો અને અભિલાષાઓને પામવા તેમની સ્તુતિ કરી તેમના પાસે વરદાન માંગવું તે જ મુખ્ય ધ્યેય હોય છે. તે પછીની વિચારધારામાં ઈશ્વર અને તેના અવતારોને દેવ માને છે. તેમાં પણ ઈશ્વરને પરમાત્મા માનીને પોતાના દુઃખોથી છુટકારો પામવા તેમની પૂજા કરે છે. આમાં પોતાનો આત્મવિકાસ કરીને ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાની કોઈ પ્રેરણા હોતી નથી. યોગદર્શનમાં ઈશ્વરનાં લક્ષણ એમ બતાવવામાં આવ્યા છે કે તે ક્યારે પણ કલેશ, કર્મવિપાક અને કષાયોથી લિપ્ત થયા જ નથી. સદાય અલિપ્ત જ રહ્યા છે. તેમાં પણ ઈશ્વરનું સ્થાન એવું છે કે તે ધ્રુવ સમાન છે. બધા ભક્તો એમને જોઈને આગળ ચાલે છે ખરા પણ તેમના જેવા બનતા નથી.
આનાથી વિપરીત જૈનદર્શનના અરિહંત પણ આદરણીય છે. તે પહેલેથી જ આદરણીય હતા નહીં. તે પોતે સંસાર ચક્રમાં ફર્યા છે, અનંત ભવો કરી દરેક યોનિએ અને દરેક ગતિમાં જઈને આવ્યા છે. આમ ફરતાં ફરતાં પોતાની સાધનાથી રાગ અને દ્વેષને મટાવીને જ વીતરાગ અરિહંત બન્યા છે. અને પછી તેમણે બોધ આપ્યો કે આત્મા આ સંસારચક્રથી છૂટી શકે તેમ છે. રાગ અને દ્વેષના બંધન તોડી શકે છે. અને દરેક કષાયોથી મુક્ત થઈ સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થઈ શકે છે. જેમ તે પોતે થયા તે જ સ્થાનને સૌ કોઈ પામી શકે છે. સમકિત