________________
જીવ-અજીવ આદિ નવ તત્ત્વો ઉપર મિથ્યાદર્શનના ઉદયથી જે અશ્રદ્ધા ઉત્પન્ન થાય તેનાથી વિપરીત ભાવ તે જ સમ્યગ્દર્શન છે.
“નીવાદિ સઇ સમ્મત્ત', - બૃહદદ્રવ્યસંગ્રહ ગ્રંથ ગાથા ૩.૪૧ (પાનું ૧૪૮, લેખકઃ આચાર્ય નેમચંદ્રસૂરિ, પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૬)
વીતરાગ સર્વજ્ઞ પ્રણીત જીવાદિ તત્ત્વોના વિષય ઉપર ચલ, મલિન અને અગાઢ દોષરહિત દુરાગ્રહ વિમુક્ત શ્રદ્ધા (રૂચિ કે નિશ્ચય) આ એમ જ છે જેમ જીનેશ્વર ભગવંતે કહ્યાં છે. આ પ્રકારની નિશ્ચય બુદ્ધિ તે સમ્યગદર્શન છે.
"एतैष्वध्यवसायो योडर्थेषु विनिश्चयेत तत्त्वमिति सम्यग्दर्शनमेतच्च" - પ્રશમરતિ પ્રકરણ; ગાથા ૨૨૨ (પાનું ૮૧, પ્રકાશકઃ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, (ગુજરાત), વર્ષ વિ.સં. ૧૯૮૮) આ નવ તત્ત્વોના વિષયમાં નિશ્ચયપૂર્વક કે આજ તત્ત્વ સત્ય છે. એ પ્રકારના અધ્યવસાયને સમ્યગદર્શન કહેવાય છે. આમ, દરેક ગ્રંથોમાં તત્ત્વો અને તેના અર્થ ઉપર નિશ્ચયથી શ્રદ્ધા રાખવી તેને વ્યવહારથી સમ્યગદર્શન કહ્યું છે અને તે શ્રદ્ધા પ્રાપ્ત કરી શુદ્ધનયથી તે નવ તત્ત્વોને જાણવાથી આત્માનુભૂતિ થાય છે. તે નિશ્ચય સમ્યગ્રદર્શન છે. આ તત્ત્વોનો અર્થ શો છે? તે કેવો છે? અને શા માટે છે? તેને આપણે હવે જોઈએ. શબ્દશાસ્ત્ર પ્રમાણે તત્ત્વનો અર્થ થાય છે “તસ્યભાવઃ” એટલે તેનો ભાવ અથવા તેનું સ્વરૂપ. જે પદાર્થોનો જે ભાવ કે સ્વરૂપ છે. તે જ તેનું તત્ત્વ છે. અર્થાત જે પદાર્થ જે રૂપમાં છે તેનું તેમ હોવું તે તેનું તત્ત્વ છે. હવે આપણે જો માત્ર તત્ત્વ શબ્દ ઉપર જ શ્રદ્ધા રાખવાને સમ્યગદર્શન કહીએ તો તે ભૂલ કહેવાય. કારણ કે બીજા દર્શનોમાં તત્ત્વને દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મ7 એમ તેનો ઉપયોગ કરે છે. એટલે કેવળ તત્ત્વશ્રદ્ધાન એમ જ જો કહીએ તો તે બધા ઉપર શ્રદ્ધા રાખવાને સમ્યગદર્શન કહેવું પડે. જે યોગ્ય અને ઈચ્છનીય નથી. બીજું કે વેદાંતદર્શનમાં “મેવદિતીય વ્ર '' સંસારમાં એક જ બ્રહ્મતત્ત્વ છે બીજું કશું નથી તેમ માને છે. આ સિદ્ધાંતને અનુસરીને બધું એક જ છે એ પ્રમાણે માનવામાં સમ્યગદર્શન કહેવાય જે વાત પણ યોગ્ય નથી. સમકિત
૪૩