________________
- સર્વાર્થસિદ્ધિ; ગાથા ૨.૧૦ (ફકરો) (પાનું ૬, લેખકઃ આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૮૯ ૪થું સંસ્કરણ) “તત્ત્વ” શબ્દ ભાવસામાન્ય વાચક છે. જે પદાર્થોનો ભાવ છે (જે પદાર્થ જે રૂપથી છે તેને એમ માનવું) એ જ તત્ત્વ શબ્દનો અર્થ છે. અર્થ જ શબ્દની વ્યાખ્યા થાય છે. જે નિશ્ચય કરાય છે તે જ અર્થ થાય છે. તત્ત્વ (યથાર્થરૂપ) અને તેનો (નિશ્ચિત) અર્થ મળીને તત્ત્વાર્થ થાય છે. અથવા તો શુદ્ધ ભાવથી ભાવવાળા પદાર્થો પર શ્રદ્ધા તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે. તેને જ સમ્યગદર્શન કહેવાય છે. "जीवाजीवासवबंधसंवरो निज्जरा तहा मोक्खो । एण्याइ सत्ततच्याई सद्दहंतस्स सम्मतं ॥" - (વસુનંદી શ્રાવકાચાર; ગાથા ૧૦, (પાનું ૭૨, લેખકઃ આચાર્ય વસુનંદી, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨)
જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ-આ સાત તત્ત્વ છે. અને તેના ઉપર શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે.
"तत्तत्थसदहाणं समत्तमसग्गहो ण एयम्मि मिच्छत्तखओवसमा" - પંચાશક; ગાથા ૧.૧.૩ (પાનું ૧૧, લેખકઃ આચાર્ય હરિભદ્રસૂરિ, પ્રકાશકઃ પંચાશક સમિતિ, નવસારી, વર્ષ વિ.સં. ૨૦૩૪)
મિથ્યા (ખોટા) જ્ઞાનના ક્ષયોપશમથી મિથ્યા કદાગ્રહ વગર તત્ત્વાર્થ (તત્ત્વરૂપથી, ભાવથી, જીવાદિ પદાર્થો) ઉપર શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે.
"जीवादिसदहणं सम्मतं जिणवरेहिं पण्णत्तं ववहारा" - દર્શનપ્રાભૃત; ગાથા ૨૦ (પાનું ૩૧, લેખકઃ આચાર્ય કુંદકુંદ, લાડમલ શાંતિવીર જૈન દિગંબર મંદિર, મહાવીરજી, (રાજસ્થાન) વર્ષ વી.સં. ૨૪૫૯) જનેરો દ્વારા પ્રરૂપિત જીવાદિ પદાર્થો ઉપર શ્રદ્ધા રાખવી તે વ્યવહારથી સમ્યકત્વ છે.
તમત્તે સદ્દા માવાdi ” - પંચાસ્તિકાયસાર; ગાથા ૧૦૭ (પાનું ર૭૪, લેખકઃ આચાર્ય કુંદકુંદ, શાંતીનગર જૈન સિદ્ધાંત પ્રકાશીની સંસ્થા, (શાંતિવીર નગર) મહાવીરજી, (રાજસ્થાન), વર્ષ વિ.સં. ૨૦૨૧)
સમકિત
૪૨