________________
આમ, સમ્યગદર્શનનું લક્ષણ સમજ્યા પછી તેના બને રૂપો ઉપર ચિંતન કરવું આવશ્યક છે. સૌ પ્રથમ આપણે વ્યવહાર સમ્યગદર્શન ઉપર વિચાર કરીએ. આગમો અને બીજા ધર્મગ્રંથોમાં વ્યવહાર સમ્યગદર્શનના અનેક લક્ષણો બતાવ્યા છે. પણ જો ઊંડાણથી વિચાર કરીએ તો તેમાં બે લક્ષણો ખાસ ઉપર તરી આવે છે. આ બે લક્ષણો આ પ્રકારે છેઃ
પહેલું લક્ષણ-તત્ત્વો ઉપર યથાર્થ શ્રદ્ધા. બીજું લક્ષણ-દેવ-ગુરુ-ધર્મ ઉપર દઢ શ્રદ્ધા. આ બે લક્ષણો કોઈનામાં હોવાથી તેનામાં સમ્યગ્દર્શનની હાજરી હોઈ શકે તેમ મનાય છે. આથી આ બંને વ્યવહાર સમ્યગદર્શનના મુખ્ય લક્ષણ તરીકે બતાવ્યા છે.
પ્રથમ લક્ષણઃ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્રદર્શન સૌથી પ્રાચીન લક્ષણ જે ઉત્તરાધ્યયન સૂત્ર તથા તત્ત્વાર્થસૂત્રમાં ઉપલબ્ધ છે તે આ પ્રકારે છે.
તરિયાઇ તુ માવા, સમાવે સવાલvi | भावेणं सद्दहतस्स सम्मत्तं तं वियाहियं ।।" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૮.૧૫ (પાનું ૧૪૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯, બીજું સંસ્કરણ)
આ સત્ય સ્વરૂપ ભાવોના અસ્તિત્વમાં જે ભાવપૂર્વક શ્રદ્ધાન છે તેને સમ્યત્વ કહ્યું છે.
"तत्वार्थश्रद्धानं सम्यगदर्शनम" - આચાર્ય ઉમાસ્વાતીજી તત્ત્વાર્થસૂત્ર; ગાથા ૧.૨ (પાનું ૯, લેખકઃ પંડિત સુખલાલજી, પ્રકાશકઃ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૧૯૩૦ ૧લું સંસ્કરણ)
પોતપોતાના સ્વભાવમાં સ્થિત જીવાદિ તત્વરૂપના અર્થો ઉપર શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે.
આ જ લક્ષણને કેન્દ્રમાં રાખી શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓમાં પોતપોતાની રીતે વ્યાખ્યાઓ પ્રસ્તુત કરી છે.
"तत्त्वशब्दो भावसामान्यवाची, तस्य भावस्तत्त्वम, योडर्थों यथावस्थित स्थातस्यभवनमित्यर्थः। अर्यते निश्चियते इत्यर्थ । तत्त्वेनार्थस्तत्त्वार्थः । अथवा तत्त्वमेवार्थस्तत्त्वार्थः। तत्त्वार्थस्य श्रद्धानं तत्त्वार्थ श्रद्धानं सम्यगदर्शनम्" સમકિત
૪૧