________________
બીજા સમયે, તેનાથી અસંખ્યાત ગુણા ત્રીજા સમયે, એ રીતે પૂર્વ-પૂર્વના સમય કરતાં પછીપછીના સમયે અસંખ્યાતગુણાકારે દલિકોને ઉપાડીને નીચેના નિષેકમાં નાખે છે. જ્યારે સ્થિ તિઘાતનું અંતર્મુહૂર્ત = ૫ સમય પૂર્ણ થાય છે ત્યારે ૯૮થી ૮૭ સુધીના કુલ ૧૨ નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. એટલે અંતર્મુહૂર્તકાળે=૫ સમયમાં પલ્યોપમનો અસંખ્યાતમોભાગ = ૧૨ સમયની સ્થિતિ નાશ પામે છે. આને “પ્રથમસ્થિતિઘાત” કહેવાય. આની જોડેજોડે નિષેક રચનાના નીચેના ભાગમાંથી એકેક સમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલા દલિકોને ભોગવીને નાશ કરી રહ્યો છે. માટે સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૫ સમય પૂર્ણ થતા નીચેથી ૫ સમયની (૧૧થી ૧૫ સુધીની) અને ઉપરથી ૯૮થી ૮૦ સુધીની ૧૨ સમયની સ્થિતિનો નાશ થાય છે. તેથી જ્યારે પ્રથમસ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે ૧૬થી ૮૬ સમયની સ્થિતિસત્તા હોય છે.
આજ પ્રમાણે જ્યારે બીજો સ્થિતિઘાત પૂર્ણ થાય છે ત્યારે નિષેક રચનાના નીચેના ભાગમાંથી ૫ સમયની (૧૬થી ૨૦ સુધીની) અને નિષેકરચનાના ઉપરના ભાગમાંથી ૮૬થી ૭૫ સુધીની કુલ-૧૨ સમયની સ્થિતિનો નાશ થતાં ૨૧થી ૭૪ સમયની સ્થિતિસત્તા રહે છે. તે વખતે અપૂર્વકરણ પૂર્ણ થાય છે.
અહીં અસકલ્પનાથી (દાખલામાં) બે જ સ્થિતિઘાત બતાવ્યા છે. પણ હકીકતમાં અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત થાય છે.
(ચિત્ર-૩)
સમકિત
૧૧૯