________________
શુદ્ધ આત્મપરિણામમાં આત્મપ્રત્યક્ષ સિવાય કંઈપણ વાત હોતી નથી. તેથી યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્રજીએ પણ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને આત્માની સાથે અભિન્નરૂપ બતાવ્યા છે. "आत्मैव दर्शन-ज्ञान-चारित्राण्यथवा यतेः यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥" - યોગશાસ્ત્ર (લેખકઃ આચાર્ય હેમચંદ્રસૂરિજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટૅક) મુંબઈ, વર્ષ ૧૯૪૯)
સંયમીનો આત્મા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર છે, કારણ કે આત્મા અને રત્નત્રય તેઓ એકમેક રૂપ જ છે.
જૈનદર્શન પ્રમાણે આત્માના મુખ્ય ગુણો તે રત્નત્રય છે. આ ત્રણ ગુણો સિવાય પરમતત્ત્વ બીજું કંઈ જ નથી. જે શ્રદ્ધા છે તે જ આત્મા છે, જે જ્ઞાન છે તે જ આત્મા છે અને જે ચારિત્ર છે તે જ આત્મા છે.
સાધક પોતાના રત્નત્રય સાધનાના બળથી જે પ્રાપ્ત કરે છે તે તેનાથી ભિન્ન નથી હોતું. તે પોતાની સાધનાથી પોતાના ઉપરની શ્રદ્ધા કે પ્રતીતિ જ પ્રાપ્ત કરે છે.
જ્યારે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વ ઉપર શ્રદ્ધાને વ્યવહાર સમ્યગદર્શનનાં લક્ષણ બતાવ્યા છે. તે ત્યારે જ સાચા અને સફળ કહેવાય જ્યારે આત્માને પોતાના પ્રતિ શ્રદ્ધા કે સ્વાનુભૂતિ હોય, કે પોતાના પ્રત્યે રુચિ કે વિશ્વાસ હોય. જો તે શ્રદ્ધાને આત્માથી અલગ કરવામાં આવે તો દેવ, ગુરુ, ધર્મ તત્ત્વ આદિ ઉપર કોરી શ્રદ્ધા ફક્ત સમ્યગદર્શનના લક્ષણ તરીકે રહેતી નથી. ટૂંકમાં વ્યવહાર સમ્યગદર્શનના મૂળ નિશ્ચયસમ્યગદર્શનની સાથે જોડાયેલા છે. અને તેના સિવાય આત્માની પ્રગતિ થતી નથી.
સ્વાનુભૂતિ (આત્માના પ્રતિ શ્રદ્ધા-પ્રતીતિ)ના વિના જ શ્રદ્ધા માત્ર શારડ્યો કે ગુરુ આદિના ઉપદેશ ઉપર હોય છે તે અનુકુળ હોવા છતાં પણ વાસ્તવમાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિ વિના હોવાથી તેને શુદ્ધા શ્રદ્ધા કહેવાતી નથી. વાસ્તવમાં જોઈએ તો સૌથી મોટી અને મૂળ શ્રદ્ધા તે આત્મા ઉપરની જ શ્રદ્ધા કે વિશ્વાસ છે.
આ આખા વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ અગર કોઈ તત્ત્વ છે. તે “આત્મા” જ છે. “હું”ની સત્તા ઉપર વિશ્વાસ તે જ અધ્યાત્મ સાધનાનું અંતિમ લક્ષ્ય છે. ફક્ત આત્મા જ એવી શક્તિ છે કે તે ચાહે તો સર્વજ્ઞ, અરિહંત અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શકે છે. સમકિત
૩૯