________________
"शुद्धं यदात्मनो रुपं निश्चयेनानुभूयते । व्यवहारो भिदा द्वाराडनुभावयति तत्परम् ॥" - અધ્યાત્મસાર ગાથા ૧૮.૧૦ (પાનું ૧૭૭, લેખકઃ ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશકઃ અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ, બરોડા, વર્ષ ૧૯૯૪)
સમ્યગદર્શનને મોક્ષના, સાધન તરીકે બતાવ્યું છે. મોક્ષ કે બંધન બંને આત્માથી સંબંધિત છે. તેઓને શરીર કે ઈન્દ્રિયો સાથે કોઈ સંબંધ હોતો નથી. એ તો માત્ર આત્માના ભાવો જોડે હોય છે. આમ સમ્યગ્દર્શન પણ આત્માનો જ ગુણ છે.
"प्रभानैर्मल्यशक्तिनां यथा रत्नानि भिन्नता ज्ञानदर्शनचारित्रंलक्षणानां तथाडडत्मनः" - અધ્યાત્મસાર ગાથા ૧૮.૭ (પાનું ૧૭૭, લેખકઃ ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશકઃ અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ, બરોડા, વર્ષ ૧૯૯૪) મોક્ષ જ્યારે આત્મસ્વરૂપ છે તો સમ્યગદર્શન પણ આત્મસ્વરૂપ જ હોવું જોઈએ.
ઉપાસક અધ્યયનમાં સ્પષ્ટ બતાવ્યું છે કેઃ
"अक्षाज्ज्ञानं रुचिर्मोहा,हादवृतं च नास्ति यत् । आत्मन्यस्मिशीवीभूते तस्मादात्मैव तत्त्रयम ।" - ઉપાસક અધ્યયન કલ્પ ગાથા ૨૧.૨૩૪ (પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, વર્ષ ૧૯૬૪)
અર્થાત-આત્માને મુક્તિ થવાથી ન તો ઈન્દ્રિયથી જ્ઞાન થાય છે, ન મોહજન્ય રુચિ થાય છે, અને ન તો શારીરિક આચરણ થાય છે. તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે (નિશ્ચયદષ્ટિથી) આત્મસ્વરૂપ જ છે.
અહીં એ સમજવું જરૂરી છે કે ઘણા વીતરાગ પુરુષોને તત્ત્વાર્થ શ્રદ્ધાન કે યથાર્થ પદાર્થો ઉપર રુચિ ન હોવા છતાં પણ તેમનામાં સમ્યગદર્શન ગુણ હોય છે. તેથી એકલા વ્યવહારનયની દૃષ્ટિથી જોઈશું તો લક્ષણ દેખાશે નહીં. તો તે આત્માઓ માટે આ વાત બરાબર નથી. આથી નિશ્ચયનયની દૃષ્ટિથી નિશ્ચય સમ્યગદર્શનનું લક્ષણ પંચવસ્તકમાં શુદ્ધ આત્મ-પરિણામરૂપ કહાં છે.
૩૮
સમકિત