________________
૧.૩ઃ સમ્યગદર્શનનાં લક્ષણો અને વ્યાખ્યા
સમ્યગદર્શન એટલો વિરાટ વિષય છે કે એક વિષય હોવા છતાં પણ દેશ, કાળ અને પાત્રને લઈને અનેક બની જાય છે. ભૂતકાળમાં અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં અનેક જુદી જુદી ભાષા વાપરીને એવું ચિત્ર ઊભું કર્યું છે કે જો આપણે તેમની ભાષાને લઈને સમજવાની કોશિશ કરીએ તો આપણને દરેક ગ્રંથથી સમ્યગદર્શનની સમજણ જુદી રીતે દેખાશે. પણ આપણે શબ્દને પકડ્યા વિના ભાવાર્થ ઉપર ધ્યાન રાખીએ અને મૂળ ભાવોને પકડીએ તો દરેક ગ્રંથની વ્યાખ્યા અને લક્ષણો સરખાં દેખાશે. કોઈપણ ગ્રંથમાં એકબીજા પ્રત્યે ભેદ કે વિરોધ લાગશે નહીં.
દરેક યુગના ગ્રંથકારનો મૂળ આધાર તો વીતરાગ વાણી આગમ જ હોય છે. આ આગમ વાણીને ગ્રહણ કરીને અનેક આચાર્યો અને ગ્રંથકારોએ આપણી સમક્ષ સરળ ભાષામાં ચિંતન પ્રસ્તુત કર્યું છે. એટલે મૂળ ભાવને પકડીએ તો સદા આગમવાણી જ હોય છે. અને આપણી સમક્ષ સત્ય જ હોય છે. ખાલી તેને બતાવવાની અને અભિવ્યક્ત કરવાની પદ્ધતિ દરેક યુગમાં જુદી જુદી હોય છે.
જૈનદર્શનની એક વિશેષતા છે કે કોઈપણ વસ્તુનું સ્વરૂપ બતાવવા તે બાહા અને આંતરિક બંને દૃષ્ટિથી જોઈને બતાવે છે. જો કેવળ બાહા જ દૃષ્ટિથી કોઈપણ વસ્તુને જુએ તો તે વસ્તુનું મૂળરૂપ જાણી શકાતું નથી. કારણ મૂળ રૂપ સદા અંદર હોય છે. અને જો આંતરિક દૃષ્ટિથી વસ્તુનું લક્ષણ જોઈએ તો તેને સાધારણ છદ્ભસ્થ વ્યક્તિ સમજી શકતો નથી. તેને ખબર પડતી નથી કે કંઈ વસ્તુ લક્ષણથી યુક્ત છે અને કંઈ નથી? આંતરિક ભાવો સંપૂર્ણ જ્ઞાની સિવાય કોઈને ખબર પડી શકતા નથી.
આ કારણોના આધારે કોઈપણ વસ્તુનાં લક્ષણો નિશ્ચય અને વ્યવહાર એ બંને દૃષ્ટિથી કરવું જરૂરી છે.
સમ્યગ્રદર્શનનાં લક્ષણોને સમજવા માટે પણ આચાર્યો અને ગ્રંથકારોએ આ બંને દૃષ્ટિનો આશ્રય લીધો છે. એટલે સમ્યગ્દર્શનને નિશ્ચયસમ્યગદર્શન (આંતરિક) અને વ્યવહાર સમ્યગ્ગદર્શન (બાહા) આ બે રૂપમાં બતાવી એ બંનેને સત્ય માન્યું છે.
સમકિત
૩૭.