________________
" सुदर्शनेनेह बिना तपस्यामिच्छन्ति ये सिध्धिकरी विमूढाः ।
कांक्षन्ति बीजेन बिना पि मन्ये कृषिं समृद्धां फलशालिनींते ॥"
- અમિતગતિશ્રાવકાચારા; ગાથા ૩.૮૪ (પાનું ૭૨, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫)
અર્થઃ- જે સમ્યગ્દર્શન વગર જ તપ કરીને મોક્ષ મેળવવા ઇચ્છે છે તે બી વાવ્યા વગર જ સમૃદ્ધ હરિયાળા પાકની, ખેતીની અપેક્ષા રાખે છે. વાસ્તવમાં આવા લોકોનો મનોરથ નિષ્ફળ જાય છે.
જે વ્યક્તિને સ્વયંનો બોધ નથી કે હું કોણ છું? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? જડ છું કે ચેતન? તે ધર્મનું આચરણ શું કરશે? ધર્મપથ પર ચાલવા માટે પહેલા સુદૃષ્ટિના અભાવમાં વ્યક્તિ આંધળો છે. તેને શ્રેય-અોય,સારું કે ખોટું એનો વિવેક હોતો નથી “પ્રશ્નોત્તર શ્રાવકાચાર''માં કહ્યું છે કે
"नेत्रहीना यथा जीवा रुपं जानन्ति नैव च ।
दृष्टिहीना अथाज्ञेया देव-धर्म - गुणागुणम् ॥'
- સમ્યગ્દર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
અર્થ:- જેમ આંખ વગરનો જીવ રૂપને (રંગને) જાણી શક્તો નથી, તેવી રીતે સમ્યગ્દર્શન વિનાનો જીવ પણ-દેવ-ગુરુ અને ધર્મને તથા ગુણ-અવગુણને જાણી શક્તો નથી. સમ્યગ્દર્શન જેને નથી તેને દર્શનશાસ્ત્રની ભાષામાં અંધ કહેવામાં આવે છે, તેને કેવી રીતે ખબર પડશે કે હું જે માર્ગ પર ચાલુ છું તે સાચો છે કે વિપરીત પથ છે. આત્મબોધ વગરનો આંધળો ધર્મપથનું અનુસરણ કેવી રીતે કરી શકે છે? માટે ધર્માચરણનું મૂળ સમ્યગ્દર્શન છે (આત્મસમ્બોધિ) છે. શુદ્ધ આત્મદૃષ્ટિ છે.
તપની સાથે સમ્યગ્દર્શન હોવું જોઈએ તેવી રીતે વ્રત, પચ્ચખ્ખાણ, નિયમ, ઉપનિયમોની સાથે પણ સમ્યગ્દર્શન હોય તો તે વ્રત-પચ્ચખ્ખાણનો વિકાસ થઈ શકે છે. વધુ લાભ આપી શકે છે. અન્યથા નહીં.
આધ્યાત્મિક સાધનાનું મૂળઃ સમ્યગ્દર્શન
શ્રાવક માટે સામાયિક, પૌષધ, જપ, તપ, ધ્યાન, કાર્યોત્સર્ગ, પ્રાયશ્ચિત, ભેદવિજ્ઞાન, સ્વાધ્યાય સમકિત
૨૫૩