________________
આ બધી સાધના છે. તેનો મૂળ આધાર પણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શનના સદ્ભાવમાં આ બધી સાધનાઓ ફૂલેફાલે છે. સાધનાઓની રીતભાત અથવા વિધિવિધાનમાં પરિવર્તન પોતે પોતાના દેશ-કાળ-પરિસ્થિતિ અને પાત્રતા પ્રમાણે હોઇ શકે છે. પરંતુ તેનો મૂળ વિશ્વાસ, નિષ્ઠા, અથવા મૂળ આચાર ભાવનામાં કોઈ પરિવર્તન હોતું નથી. બહારના ક્રિયાકાંડ ભલે બદલાય જેમ કે જપ, પછી કોઈ તપ કરે, પછી સ્વાધ્યાય કરે તેમ ક્રિયાકાંડ ભલે બદલાય પણ જો સમ્યગ્દર્શન સુરક્ષિત છે, તો તે સાધક સંવર અને નિર્જરાની ભાવનાને ક્યારેય ભૂલી શક્તો નથી. જો સમ્યગ્દર્શનરૂપી મૂળ આધાર જ ન રહે તો બધું ગરબડ થઈ જશે. જો વૃક્ષનું મૂળ વિશુદ્ધ, પવિત્ર એવં સ્થિર હોય, સુદૃઢ હોય તો તેનો બાહ્વાઆચાર તેના પર ગોઠવાઇને રહે છે. પરંતુ મૂળ જ જો ડામાડોળ હોય તો બધા આચાર-વિચારમાં ગરબડ થઈ જાય છે. અશુદ્ધ અને મિથ્યાત્વથી દૂષિત થઈ જાય છે.
સાધનાનું મૂળ કેન્દ્રઃ સમ્યગ્દર્શન
આધ્યાત્મિક ક્ષેત્રની તમામ સાધનાઓનું મૂળ કેન્દ્ર સમ્યગ્દર્શન છે. સાધનાનું ક્ષેત્ર ભલે ને કેટલુંય વ્યાપક અને વિશાળ કેમ ન હોય? તેના મૂળ કેન્દ્રથી સતત સંબંધ રહેવો જોઈએ. યુદ્ધક્ષેત્રમાં સેના ત્યારે વિજય પ્રાપ્ત કરી શકે છે, જ્યારે તેનો મૂળ કેન્દ્રથી સંબંધ સતત ચાલુ હોય. જો સેના પોતાના મૂળ કેન્દ્રથી સતત સંબંધ રાખે છે, તો તેનો કયારેય પરાજય થતો નથી. માની લો કે કોઈ સેના(લશ્કર) આગળ આગળ જઇ રહી છે. દુર્ભાગ્યથી તેનો મૂળ કેન્દ્રથી સંબંધ તૂટી ગયો તો તેનો વિજય જોખમમાં પડી જાય છે. તેનો વિજય સંદેહાત્મક બની જાય છે. માટે જે કુશળ સેનાપતિ છે, તે સતર્ક રહીને મૂળ કેન્દ્રની સાથે સતત સંબધ રાખે છે. અધ્યાત્મક્ષેત્રની સાધનામાં આવું જ છે. જો સાધક પોતે કેન્દ્રસ્થાન એવા સમ્યગ્દર્શનને રોમરોમમાં, દૃષ્ટિ, બુદ્ધિ અને અંતઃકરણમાં સતત રાખશે તો-તે ક્રોધાદિ વિકારોને જીતી શકશે અને પોતાની સાધનાઓમાં સફળતા મેળવી શકશે માટે કોઈપણ સાધના કરતી વખતે આપણો સમ્યગ્દર્શન સાથેનો સંપર્ક છૂટવો ન જોઈએ.
મોક્ષમાર્ગનું પ્રથમ સાધનઃ સમ્યગ્દર્શન
ગૃહસ્થજીવનમાં પણ જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ગઇ છે તો તેના માટે મોક્ષના દ્વાર ખૂલી ગયા છે. અને સાધુ બનીને પણ જો વ્યક્તિ મોહ, માયા, મમતા, વાસના અને ભોગ દૃષ્ટિના ચક્કરમાં પડેલો રહે છે, તો તે સમ્યગ્દર્શનથી રહિત સાધુજીવન પણ મોક્ષથી ઘણું દૂર છે.
આ વાત નિસંદેહ છે કે સાધુ હોય કે શ્રાવક બન્નેની સાધનામાં મોક્ષમાર્ગનું પ્રથમ સાધન છે
૨૫૪
સમકિત