________________
થવાથી આત્માની મુક્તિ પણ થઈ શક્તી નથી.
નિષ્કર્ષ આ છે કે સમ્યગ્રદર્શનરૂપી મૂળ હોય તો જ અહિંસા, સત્ય, સંયમ, તપ રહી શકે છે. સમ્યગ્રદર્શનના અભાવમાં આ બધા સ્થિર રહી શકતાં નથી. સાધુપણું અને શ્રાવકપણું પણ સમ્યગ્રદર્શનની હાજરીમાં સ્વચ્છ અને નિર્મળ રહે છે. આ જ વાત અભિધાન રાજેન્દ્ર કોષમાં સ્પષ્ટ કરી છે.
સમોવાસTથમ મૂત્રવધુ સમ્મત્ત "
અર્થ:- શ્રાવકધર્મની મૂળવસ્તુ સમ્યગદર્શન છે. કોઈ પણ ગૃહસ્થ શ્રાવક બનવા માગે, પાંચ અણુવ્રત, ત્રણગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ગ્રહણ કરવા માંગે તેના માટે સૌ પ્રથમ સમ્યગ્રદર્શન સ્વીકારવું અનિવાર્ય છે. કેમ કે સમ્યગદર્શન શ્રાવકધર્મનું મૂળ છે.
તપ અને ત્યાગનું મૂળ સમદર્શન
પપાતિક સૂત્રમાં કેટલાય તપસ્વીઓનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરે એવા સાધકોનાં તપને બાલતપ કર્યું છે, જેનું કોઈ લક્ષ્ય નથી અને જેની સાથે કોઈ આત્મદર્શન કે સમ્યગદર્શન નથી. તેના માટે કહ્યું કે
"मासे मासे उ जो बालो कुसग्गेण तु भुंजए । न सो सुयक्खायधम्मस्स कलं अग्धइ सोलंसि ॥" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૯.૪૪ (પાનું ૧૭૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯)
અર્થ- જેને સમ્યગદર્શન અને તેનાથી આત્માની અનંતશક્તિઓનું જ્ઞાન થયું નથી તે માસક્ષમણના પારણે માસક્ષમણ કરે અને પારણામાં પણ કુશ નામના ઘાસના તણખલા પર રહે એટલો જ આહાર ખાય, આવું કઠોર તપ કરે તો પણ તે તપસ્વી શાસ્ત્રોકર આત્મધર્મની સોળમી કળને પણ પ્રાપ્ત કરી શકતો નથી. વાસ્તવમાં જેને આત્મદર્શન, સમ્યગુદર્શન નથી તેનું તપ બાલતપમાં ગણવામાં આવે છે. કેમ કે તે લક્ષ્ય વગર અંધારામાં ચાલે છે. અજ્ઞાનરૂપી અંધારામાં ચાલે છે. આચાર્ય અમિતગતિએ પણ સમ્યગદર્શન વગરનું તપ કરવાવાળાની વૃત્તિનું વિશ્લેષણ કરતાં કહ્યાં છે.
૨૫૨
સમકિત