________________
અભિવંદના... પ.પૂ. અપૂર્વમુનિજી મ.સા.
હું પામું બધા પામે, હું તરું, બધા તરે એવી ભાવના ભાવનાર શ્રી અમિતભાઇને Ph.D. પ્રસંગે
અભિવંદના...
(૧)
મોહ મદિરા, પાન કરાયો, મૂઢ દિયો રે બનાય કર્મરાજા ક્રૂર ઘણો રે, લૂંટે ગુણ નિધાન...પ્રભુ
મૂઢમતિ આ આતમ મારો, ભૌતિક સુખમાં લોભાય ડગલે ને પગલે, દુઃખડાં ખમતો, ના ભજતો કિરતાર...પ્રભુ
જેટલો પ્રેમ છે, દેહ દુનિયાનો, એટલો તારો ન થાય એટલો પ્રેમ જો જાગે પ્રભુનો, બેડો પાર તો થાય...પ્રભુ
વિજયનગર, અમદાવાદ
૧૦/જુલાઈ/૨૦૧૫
કયારે ટળશે મોહ અંધાપો, આવશે સાચું ભાન, ભાગ્યાના ભેરુ પ્રભુ ઉપરનો, જાગશે પ્રેમ અપાર...પ્રભુ
જ્યારે ઊગશે “ભાનુ” ભક્તિનો, “સમકિત” રત્ન પમાય
મોહ અંધાપો ટળશે ત્યારે, મળશે “શાંતિ’” નિધાન...પ્રભુ
ભક્તિથી અર્પણતા આવે અને અર્પણતાથી અહંનો ક્ષય, પછી સમકિત રત્નની પ્રાપ્તિ થાય... છે.