________________
(૨)
ભક્તિ ! કરી લે જિનની, શક્તિ મળી જવાની શક્તિ મળી જવાની, મુક્તિ મળી જવાની...ભક્તિ
જીવની અનંતિ શક્તિ, તોયે કર્મથી દબાતી (૨) નિર્માલ્ય થાતા જીવની હાલત બૂરી જ થાતી...ભક્તિ
કર્મ તણા ઉદયથી, છૂટવા કરે લડાઈ (૨) દુઃખથી છૂટી જવાની નિશદિન કરે ઉપાધિ...ભક્તિ
દુઃખથી છૂટી જવાની, સુખ મેળવી લેવાની (૨) અવળી મથામણે તારી, શક્તિ બધી ભુલાણી...ભક્તિ
કર્મોનાં સુખ ને દુઃખની, પરવા હવે શું કરવી (૨) એને પરાયા જાણી, ભક્તિ અખંડ કરવી...ભક્તિ
માયા, અહં ને મમ, ભક્તિથી જીવની જાતી (૨) આતમ રમણતા પામી, સાધી લે સાચી “શાંતિ’...ભક્તિ
ભક્તિમાં નિરપેક્ષ અર્પણતા છે. તેથી કર્તૃત્વભાવ છૂટી જાય, સર્વે સંયોગોનો પ્રસન્નતાથી સ્વીકાર થાય છે. પ્રેમમાં લાગણી અને માગણી બન્ને રહે છે. અપેક્ષાઓ રહે છે.
નિરપેક્ષ જાગૃતિથી દૃષ્ટિ સહજ “સમ્યક્” બને છે
અસ્તુ.
કવિવર્ય ગુરુદેવ પ.પૂ. અપૂર્વમુનિજી મ.સા. દરિયાપુરી આઠકોટી. સ્થા. જૈન સંપ્રદાય