________________
१३. जीवादी सद्दहणं सम्मत्तं जिणवरेहिं पण्णतं, ववहारा।
અર્થઃ જિનેશ્વર દ્વારા પ્રરૂપિત જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ છે.
१४. जीवादीदृहणं सम्मतं ।
અર્થઃ વીતરાગ સર્વજ્ઞપ્રણીત જીવાદિ તત્ત્વોના વિષયમાં ચલ, મલ અને અગાઢ દોષ રહિત દુરાગ્રહવિમુક્ત શ્રદ્ધા; આ આવું જ છે જે જિનેશ્વરોએ કહ્યું છે. તેવા પ્રકારની નિશ્ચયબુદ્ધિ સમ્યગ્દર્શન છે.
१५. समत्तं सदृहणं भावाणं
અર્થઃ તે ભાવોનો અર્થાત્ (જીવ-અજીવ આદિ નવ પદાર્થોના) મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થવાવાળો અશ્રદ્ધાનના અભાવ-સ્વભાવવાળો જે ભાવાન્તર શ્રદ્ધાન છે. તે સમ્યગ્દર્શન છે.
१६. छदव्व णवपयत्था पंचत्थी सत्तततणिदिट्ठा ।
सगृहइ ताणरुवं सो सुदिट्ठी मुणेयव्वो ।।
અર્થઃ છ દ્રવ્ય, નવ પદાર્થ, પંચાસ્તિકાય અને સાત તત્ત્વ તેનું જેવું સ્વરૂપ વીતરાગ પ્રભુએ બતાવ્યું છે, તેના ઉપર તે જ રીતે જે શ્રદ્ધા, રુચિ અને નિશ્ચય કરે છે તેને સમ્યગ્દષ્ટિ જાણવો જોઈએ.
१७. अत्तागमतच्चाणं सदृहणादो हवेइ सम्मतं ।
અર્થઃ આપ્ત, આગમ અને તત્ત્વોના પ્રતિ શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય છે.
૧૮. નાńહત પો તેવો, ધર્મો નાસ્તિ ત્યાં વિના
तपः परं च नैर्ग्रन्थ्यमेतत् सम्यकत्वलक्षणम् ।।
અર્થઃ અરિહંતદેવથી વધીને કોઈ દેવ નથી, દયાથી વધારે કોઈ ધર્મ નથી અને તપઃપરાયણ નિગ્રંથ સાધુ જ સાચા ગુરુ છે. આ પ્રકારનું દૃઢ શ્રદ્ધાન જ સમ્યક્ત્વનું લક્ષણ છે.
१९. निज्जयदोसं देवं सव्वजियाणं दयावरं धम्मं ।
वज्जियगंथं गुरुं, जो भण्णदि सो हुं सद्दिट्ठीं ॥।
અર્થઃ જે દોષથી રહિત વીતરાગ ભગવાનને દેવ, દયા પરાયણ ધર્મને શ્રેષ્ઠધર્મ તથા નિગ્રંથ સાધુને ગુરુ માને છે. તે ખરેખર સમ્યગ્દષ્ટિ છે.
२०. हिंसारहिए धम्मे, अट्ठारहदोष वज्जिए देवे । णिग्गंथे पव्वयणे सदृहणं होइ सम्मतं । ।
સમકિત
૩૧૯