________________
७. न सम्यकत्वसमं किंचित् त्रैकाल्ये त्रिजगत्यपि। श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यतनूभृताम्।। અર્થ જીવ માટે ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યગદર્શનના સમાન કોઈ બીજું કલ્યાણકારક નથી. તેવી રીતે ત્રણ કાળ, ત્રણ લોકમાં મિથ્યાત્વના સમાન કોઈ બીજું અકલ્યાણકારક નથી.
८. इत्येवं ज्ञाततत्त्वोऽसौ सम्यग्दृष्टिर्निजात्मदृक। वैषयिके सुखे ज्ञाने रागद्वेषो परित्यजेत।। અર્થ સ્વઆત્મદર્શી સમ્યદૃષ્ટિ આત્મિક જ્ઞાન અને સુખનો જ્ઞાતા હોય છે. માટે તે ઇન્દ્રિયજન્ય વૈષયિક સુખ અને જ્ઞાનમાં રાગ-દ્વેષનો પરિત્યાગ કરે છે.
સમ્યગ્દષ્ટિની વિશેષતા
९. संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमत्ताएं। समत्तमणुचरंता करंति दुक्खक्खयं धीरा ।। અર્થઃ સમ્યગ્રદર્શનનું આચરણ કરવાવાળા ધીર પુરુષ, સંખ્યાત અથવા અસંખ્યાતગુણી કર્મનિર્જરા કરે છે તથા સંસારી જીવોનાં મર્યાદરૂપ જે સમસ્ત દુઃખ છે, તેનો પણ નાશ કરે છે.
સર્વશ્રેષ્ઠ સમ્યગદર્શન
१०. रयणाणं महारयणं सव्वजोयाण उत्तमं जोयं। रिद्धिण महारिद्धि, सम्मत्तं सव्वसिद्धियरं।। અર્થ સમસ્ત રત્નોમાં શ્રેષ્ઠ મહારત્ન સમ્યગ્દર્શન છે. વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વયોગ, મંત્ર, ધ્યાન આદિમાં સમ્યગદર્શન ઉત્તમ યોગ છે. કેમકે સમ્યગદર્શનરૂપી યોગમોક્ષને સિદ્ધ કરવામાં ઉત્તમ યોગ છે. અણિમા આદિ રિદ્ધિઓમાં પણ સમ્યગદર્શન એક મહારિદ્ધિ છે. અધિક શું કહેવું સમ્યગદર્શન સર્વસિદ્ધિકર્તા છે.
११. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् અર્થ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. १२. जीवाजीवासवबन्धसंवरो णिज्जरा तहा मोक्खो। एयाइं सत्ततच्चाई सहहंतस्स सम्मतं।। અર્થ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ આ સાત તત્ત્વ છે. તેની શ્રદ્ધા કરવી તે સમ્યકત્વ છે.
૩૧૮
સમકિત