________________
૩.૨ શ્રી દિગંબર જૈન સાહિત્યમાં સમ્યગ્દર્શન
१. सदृष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा विदुः । यदीय प्रत्यनीकानि भवन्ति भव पद्धतिः ।।
અર્થઃ ધર્મનાયક, તીર્થંકર ભગવંતોએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણને ધર્મ કહ્યો છે. અને તેનાથી પ્રતિકૂળ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને સંસારપરિભ્રમણનો માર્ગ બતાવ્યો છે.
२. तत्रादौ सम्यकत्वं समुपाश्रय णीयमखिलयत्नेन ।
तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च ।
અર્થઃ રત્નત્રયમાં સૌથી પહેલા સમગ્ર પ્રયત્નપૂર્વક સમ્યગ્દર્શનનો આશ્રય લેવો જોઈએ. કેમ કે સમ્યગ્દર્શનના હોવા પર જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ થાય છે.
३. समत्तरयण भट्ठा जाणंता बहुविहाई सत्थाई ।
आराहण विरहिया भमंति तत्थेव तत्थेव ।
અર્થઃ સમ્યક્ત્વથી ભ્રષ્ટ સાધક અનેક શાસ્ત્રોને જાણે છે તો પણ તે જ્ઞાનની સમ્યક્ આરાધનાથી રહિત હોવાથી તે સંસારમાં યત્ર-તત્ર પરિભ્રમણ કરતો રહે છે.
४. नगरस्स जह दुवारं मुहस्सचक्खू तरुस्स जह मूलं ।
तह जाण सुसम्मत्तं णाण - चरण - तवाणं ।।
અર્થઃ જેમ નગરની શોભા દરવાજાથી છે. મુખની શોભા આંખથી છે. વૃક્ષની શોભા તેના મૂળથી છે. તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, વીર્ય (પરાક્રમ) અને તપની શોભા સમ્યગ્દર્શનથી સમજો. (જાણો)
५. दंसणमूलो धम्मो उवहट्ठो जिणवरेहिं सिस्साणं ।
અર્થઃ જિનેશ્વરોએ પોતાના શિષ્યોને કહ્યું કે-ધર્મનું મૂળ દર્શન છે.
६. किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले ।
सिज्झहि जे वि भविया तं जाणइ सम्माहप्पं । ।
અર્થઃ વધારે શું કહેવું? અતીતકાળમાં (ભૂતકાળમાં) જે ઉત્તમપુરુષો સિદ્ધમુક્ત થયા છે. મોક્ષમાં ગયા છે તથા ભવિષ્યમાં જે-જે સિદ્ધ થશે, તે બધું સમ્યક્ત્વનું માહાત્મ્ય સમજો.
સમકિત
૩૧૭