________________
અર્થઃ હિંસા રહિત ધર્મમાં, અઢાર દોષ રહિત દેવમાં, મોક્ષમાર્ગ પ્રવચનદાતા નિગ્રંથ ગુરુમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે.
२१. अत्तागमतच्चाणं जं सदृहणं सुनिम्मलं होइ। संकादि दोसरहियं तं सम्मतं मुणेयव्वं।। અર્થ આપ્ત (સત્યાર્થદેવ), આગમ અને તત્ત્વોના શંકાદિ (૨૫) દોષ રહિત જે અતિ નિર્મળ શ્રદ્ધાન હોય છે. તેને સમ્યકત્વ જાણવું જોઈએ.
२२. श्रद्धानं परमार्थानामाप्तागमतपो भृताम्। त्रिमूढापोढमष्टांगं सम्यग्दर्शनमस्मयम्।। અર્થ પરમાર્થ આપ્ત, આગમ અને તપોધની ગુરુના પ્રતિ ત્રણ મૂઢતાથી રહિત, આઠ અંગ સહિત અને આઠ મદ રહિત શ્રદ્ધાન સમ્યગ્ગદર્શન છે.
२३. सर्वज्ञं सर्वलोकेशं सर्वदोषविवर्जितम्। सर्वसत्वहितं प्राहुराप्तमाप्तमतौचिताः।। અર્થ જે સર્વજ્ઞ છે. સમસ્ત લોકના અધિપતિ છે. સમસ્ત દોષોથી રહિત છે. સમસ્ત પ્રાણીઓના હિતૈષી છે. તેને જ આપ્ત કહેવાય છે.
२४. निज्जयदोसरहिओ केवलणाणाइपरमविभ्वजुदो। सो परमप्पा उच्चइ तबिवरीओ ण परमप्पा।। અર્થ જે સમસ્ત દોષોથી રહિત છે. કેવળજ્ઞાન આદિ પરમવૈભવથી યુક્ત છે. તેને પરમાત્મા કહેવાય છે. જે તેનાથી વિપરીત છે. તે પરમાત્મા થઈ શકતા નથી.
२५. विषयाशावशातीतो निरारम्भोऽपरिग्रहः। ज्ञानध्यान तपोरक्ततपस्वी स प्रशस्यते।। અર્થ જે પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિ અને ઈચ્છાથી રહિત છે. છ કાય જીવના આરંભથી (હિંસા)થી વિરત છે. નિષ્પરિગ્રહ છે, જ્ઞાન, ધ્યાન અને તપમાં રત રહે છે. તે તપસ્વી ગુરુ પ્રશસ્ત પ્રશંસા કરવા લાયક છે. પ્રશસ્ત (સાચા) ગુરુનું આ લક્ષણ છે.
२६. आप्तोपज्ञ मनुलंध्यमदृष्टेष्टाविरोधकम्। तत्त्वोपदेश कृतसार्वं शास्त्रं कापथघट्टनम्।। અર્થ શાસ્ત્રનું લક્ષણ-જે સર્વજ્ઞ આપ્તપુરુષ દ્વારા કથિત છે. જેના વચનોનો વાદી–પ્રતિવાદી ખંડન ૩૨૦
સમકિત