________________
૦ ચારિત્ર તે શાખાઓ છે. ડાળીઓ છે.
૦ અને મોક્ષનું સુખ તે આ સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. આ બધાં અંગોપાંગ મળીને સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષને સર્વોત્તમ બનાવે છે. આ સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનમાં જે મોક્ષના અનુરૂપ પદાર્થની કલ્પના કરે છે. તેને તે પદાર્થ જલદીથી મળી જાય છે.
બધા લોકો મોટે ભાગે વૃક્ષનાં પાકેલાં ફળોની ઈચ્છા રાખે છે. મુમુક્ષગણ પણ સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષથી મોક્ષસુખને મેળવવાની અભિલાષા કરે છે. સમ્યગ્ગદર્શન એક ઉત્તમ યોગ કાર્તિકેયાનુપ્રેક્ષામાં સમ્યગ્રદર્શનને અનેક ઉપમાઓ આપી છે. તે જોઈએ. "रयणाण महारयणं, सव्वजोयाण उत्तमं जोयं । रिद्धीण महारिद्धी, सम्मत्तं सव्वसिध्धियरं ॥ सम्मत्त गुणप्पहाणो देविंदरिंद वंदिओ। चत्तवयो वि य पावइ सग्गसुहं उत्तमं विविहं ॥" - કાર્તિકેયાનુપ્રેક્ષા; ગાથા ૩૨૫-૩૨૬ (પાનું ૨૨૯-૨૩૦, લેખકઃ સ્વામીકુમાર, પ્રકાશકઃ પરમકૃત પ્રભાવક મંડલ, અગાસ, વર્ષ ૧૯૬૦) અર્થ - બધા રત્નોમાં શ્રેષ્ઠ મહારત્ન સમ્યગદર્શન છે. વસ્તુને સિદ્ધ કરવાના ઉપાયરૂપ સર્વયોગ,મંત્ર અને ધ્યાન વગેરેમાં સમ્યગદર્શન ઉત્તમ યોગ છે. કેમ કે સમ્યગ્રદર્શનરૂપી યોગ મોક્ષને સિદ્ધ કરવામાં ઉત્તમયોગ છે. અાિ વગેરે રિદ્ધિઓમાં પણ સમ્યગ્દર્શન એક મહારિદ્ધિ છે. વધારે શું કહેવું? સમ્યગદર્શન સર્વસિદ્ધિકર્તા છે. સમ્યકત્વગુણથી પ્રધાનપુરુષ શ્રેષ્ઠ પુરુષ છે. તે દેવેન્દ્ર અને નરેન્દ્રોથી વંદનીય છે. કદાચ વ્રત રહિત હોય તો પણ તેને અનેક પ્રકારનાં ઉત્તમ સ્વર્ગ આદિ સુખો પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનથી પશુને પણ મનુષ્યત્વની પ્રાપ્તિ કોઈવાર પશુ પણ સમ્યગદર્શન મેળવી લે છે. જયારે ઘણીવાર મનુષ્ય મેળવી શક્તો નથી. પશુ પણ જો અનુકંપા વગેરે ગુણો કેળવે તો સમ્યગદર્શન પામી શકે છે. જયારે મનુષ્ય, સમકિત
૨૭૩