________________
(૨) વિશુધ્ધિ લબ્ધિઃ આત્માની વિશેષ નિર્મળતાને વિશુદ્ધિ કહેવાય છે. આવી વિશુદ્ધિ આત્મામાં ત્યારે જ આવે છે જ્યારે દુઃખી અવસ્થામાં, માંદગીમાં વગેરેમાં વૈરાગ્યનું ચિંતન થાય છે અને વિચારો આવે છે કે કોણ છું? જન્મ-મરણ કેમ થાય છે? જીવને સુખી-દુ:ખી કોણ કરે છે? ક્યા કારણથી મારે અહીં જન્મ કરવો પડ્યો? વગેરે. આવા વિચારોથી વૈરાગ્યના ભાવથી ગુરુ સાંનિધ્ય પ્રાપ્ત કરવાની ભાવના થવી તે વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે.
હું
(૩) દેશના લબ્ધિઃ ગુરુચરણોમાં જઈને કલ્યાણમાર્ગનો ઉપદેશ મેળવવો, યથાર્થ તત્ત્વનો ઉપદેશ અને તેના ઉપદેશક એવા આચાર્ય ભગવંત યા મુનિ ભગવંતોની પ્રાપ્તિ કરવી, અને તેમના કહેલા અર્થોને ગ્રહણ કરવા અને તેના ઉપર વિચાર કરવાની શક્તિને દેશના લબ્ધિ કહેવાય છે.
(૪) પ્રાયોગ્ય લબ્ધિઃ પંચેન્દ્રિયપણું, સંક્ષિપણું વગેરે યોગ્યતા પ્રાપ્ત થવી તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવાય છે.
આ ઉપરની ચાર લબ્ધિયો તો સાધારણ કહેવાય છે. તે ભવ્ય અને અભવ્ય બધા જ જીવોને હોઈ શકે છે.
આ ચાર લબ્ધિ પ્રાપ્ત થઈ જવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જશે એવું હોતુ નથી.
જેને સમ્યગ્દર્શન મળવાનું સંભવ નથી તેવા જીવોને પણ આ ચાર લબ્ધિઓ હોય છે.
(૫) કરણ લબ્ધિઃ આ લબ્ધિ થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. ક૨ણ લબ્ધિ પણ જીવને ત્યારે જ થાય છે જ્યારે તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું હોય છે. આ કરણ લબ્ધિ અસાધારણ લબ્ધિ છે. આ લબ્ધિરૂપ આત્માનું પરિણામ બહુ જ સૂક્ષ્મ હોય છે. આ એક ભાવ છે અને ત્યારે આત્મા નિયમા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે.
જે જીવને મિથ્યાત્વનો અભાવ થવામાં (મિથ્યાત્વ હટી જવામાં) ખાલી અંતર્મુહુર્ત કાળ બાકી રહે છે ત્યારે તેને કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે.
આમ આપણે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કોને થઈ શકે? તેની પ્રાપ્તિ ઈ રીતે થઈ શકે? અને તેની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થાય છે? તેને વધુ સમજવા આગળ ઊંડાણથી જોઈએ કે ખરેખર બધું બને છે કઈ રીતે?
સમકિત
૧૦૧