________________
૨.૫ મિથ્યાત્વના અંધકારથી સમ્યગ્દર્શનના પ્રકાશ સુધી... (ગ્રંથિભેદની પ્રક્રિયા)
હવે આપણે એ સમજવું જોઈએ કે જીવનો ક્રમ મિથ્યાત્વથી સમ્યગદર્શન સુધી કેવી રીતે થાય છે? અને કર્મોમાં શું ફેરફાર થવાથી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થાય છે? સૌ પ્રથમ આપણે જીવની યોગ્યતા સમજીએ.
ભવ્ય અને અભવ્ય જીવ
સૌ પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા જીવને મિથ્યાત્વમાંથી નીકળવું પડે. આગળ આપણે સમજ્યા છીએ કે આત્માના દર્શનગુણના જ બે પ્રકાર થાય છે. જે મિથ્યાદર્શન અને સમ્યગદર્શન છે. આનો અર્થ એ થયો કે આત્મામાં બંને એકસાથે રહી શકે નહીં. આ કારણે જ સમ્યગદર્શન પ્રાપ્ત કરવા જીવને મિથ્યાદર્શનથી નીકળવું પડે છે.
પણ જીવોની સ્વભાવગત વિશેષતાને કારણે દરેક જીવ મિથ્યાત્વને ત્યજી શકતો નથી. અને આ કારણે જીવસૃષ્ટિમાં જીવો બે પ્રકારમાં વહેંચાઈ ગયા છેઃ
(૧) ભવ્ય (૨) અભવ્ય આ ભવ્ય અને અભિવ્યપણે તે અનાદિ પારિણામિક ભાવ છે. આ બેમાંથી એક ભાવ સદાય આત્મામાં હોય જ છે.
(૧) ભવ્યઃ જે જીવો મુક્તિપદ પામવાની યોગ્યતાવાળા છે. જે મિથ્યાત્વ ત્યજીને સમ્યગ્રદર્શન પામી શકવાનો છે અને ત્યારપછી સિદ્ધગતિ પામવા માટેના માર્ગ ઉપર પોતાનો વિકાસ કરીને મંઝિલે પહોંચી જવાનો છે.
(૨) અભવ્ય જે જીવો કદાપિ મુક્તિ પામવાના નથી. તેઓ સદાય માટે મિથ્યાત્વના ભાવમાં રહેવાના છે. સિદ્ધપદ પામવા માટે તેના આત્માનાં પરિણામ થવાના જ નથી. આવા જીવો અનાદિકાળથી સંસારભાવથી બદ્ધ છે અને અનંતકાળ સુધી સંસારભાવમાં જ રહેવાના છે.
આમ જે જીવો મોક્ષપદ પામે છે તે અવશ્ય ભવ્ય જ હોય છે. અને જે અભવ્ય છે તેઓ કદાપિ મોક્ષ પામતા નથી.
શાસ્ત્રમાં આ બે પ્રકારના જીવો માટે બે દáત આપ્યાં છે.
૧૦૨
સમકિત