________________
૨.૩ ખ્રિસ્તી ધર્મ
ગોડફ્રિડ મારિયા જુલ્સ ડાનિયલસ (જન્મ ૪થી જૂન ૧૯૩૩) એ બેલજીયમના રોમન કેથોલીક ચર્ચનાં કાર્ડીનલ છે. તેઓએ ૧૯૭૯થી ૨૦૧૦ સુધી મૅકલન, બ્રસેલ્સના મેટ્રોપોલીટન આર્ચબીશપ તથા તેઓના દેશની ઍપીસ્કોપલ પરિષદના પ્રમુખ રહીને સારી સેવા આપી. તેઓને કાર્ડીનલની પદવી ૧૯૮૩માં એનાયત કરવામાં આવી હતી. પોપ બેનેડીક્ટ XVI (૧૬) દ્વારા તા. ૧૮ જાન્યુ. ૨૦૧૦ના રોજ ૭૫ વર્ષની વયે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું.
૧.
આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા......તો
ક. આત્માનો અર્થ શો?
ખ. આત્મા કોણે બનાવ્યો?
ગ. આત્મા ક્યાંથી આવ્યો?
ખ્રિસ્તી ધર્મ મુજબ આત્મા છે અને ભગવાનના હસ્તક્ષેપથી ઉત્પન્ન થયો છે. આત્મા અને શરીર બે ભિન્ન છે. બંન્નેનું અલગ મહત્વ છે, પરંતુ આત્મા પોતાની આધ્યાત્મિકતા ધરાવતો હોવાથી વધુ અગત્યતા ધરાવે છે. આત્મા અને જીવ વચ્ચેનો તફાવત એટલે-આત્મામાં આધ્યાત્મિકતા છે અને જીવમાં આધ્યાત્મિકતા નથી. ખ્રિસ્તીઓ મનુષ્યમાં આત્મા છે અને પ્રાણીઓ તથા વનસ્પતિમાં ફક્ત જીવ છે એમ માને છે. પ્રાણીઓ સ્ફૂરણા પ્રમાણે વર્તે છે. દા.ત. કૂતરાને ચોકલેટ બતાવો તો શારીરિક સ્ફૂરણાને લીધે તરાપ મારે જ્યારે મનુષ્ય વિચારીને નક્કી કરે. આ પ્રમાણે મનુષ્ય અને અન્ય જીવોમાં તફાવત છે.
૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે?
મનુષ્ય જીવનની શરૂઆત જન્મથી થાય છે, આત્મા ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે. અને તે સદાકાળ અને અનંત છે. જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે આત્મા શરીરને ત્યાગી આધ્યાત્મિક જગતમાં અંત સમય સુધી રાહ જુએ છે. ત્યાર પછી, ન્યાયના દિને (કયામતના દિવસે) બધા આત્માઓને તેમના જૂના શરીરમાં જઈ ભગવાન સમક્ષ લઈ જવાની રાહ પૂરી થતાં ત્યાં હાજર કરવામાં આવે છે. ભગવાન તેમને નરકમાં કે સ્વર્ગમાં તેમનાં કાર્ય અનુસાર લઈ જવાનો હુકુમ આપે ત્યારબાદ શરીરનો નાશ કરવામાં આવે છે. પુનઃજન્મ ખ્રિસ્તી ધર્મમાં માન્ય નથી.
૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે?
સમકિત
૩૫૫