________________
રાહ તે મહત્વનું અંગ છે. ત્યાં સુધી પહોંચવા ભાવના અને સાધના સાથે નૈતિક જીવન જીવવું પડે. ત્યાર ઉપરાંત જ આ પાથ ઉપર — ડીથ્થી પ્રાપ્ત થાય છે. આનું પ્રાપ્ત થવું એટલા માટે મહત્ત્વનું છે કારણકે એ જ એક સાચો અંતરદર્શનનો માર્ગ છે. એના બે સ્તર છેઃ ભૌતિક સ્તર તે બુદ્ધનાં ઉપદેશનો માનસિક ખ્યાલ આપે છે. જ્યારે સાચી સમજણ તો સતત પ્રયત્નથી જ આવે છે. અને તે તેના ઉપદેશને બધી રીતે અમલમાં મૂકવાથી જ મળે છે. બૌદ્ધ ધર્મ આત્માના સિદ્ધાંત કે ખ્યાલને જરા પણ વજૂદ આપતો નથી કારણ કે તેના હિસાબે સર્વ કાર્યકારણના સિદ્ધાંત પર જ આધારિત છે. મનુષ્ય બહારની દુનિયાને આંતરની દુનિયા સાથે જોડવાની ભૂલ કરે છે. અને આત્માને અનંત ગણે છે. બધા ધર્મોમાં સમાન માન્યતા શક્ય નથી. તે પણ જ્યારે ભગવાન અને આત્માને લગતી વાત આવે ત્યારે તો ખાસ જ. જો કે બૌદ્ધ ધર્મ વિષે પ્રચાર કરનાર ભારતમાં અને એશિયામાં આજે ઘણાં કેન્દ્રો ઉભાં થયાં છે જેમાં થોડા થોડા ફેરફારો સાથે શિક્ષણ અપાય છે.
એકંદરે સર્વ સ્કૂલ-કેન્દ્રમાં-બુદ્ધના ઉપદેશ અને સંદેશ કે બોધને એકસરખી જ માન્યતા અપાઈ છે. તિબેટમાં બૌદ્ધ ધર્મમાં વળી ચાર મુદાઓ ખાસ બતાવ્યા છેઃ બધું જ ક્ષણિક છે, બધી લાગણીઓ દુઃખદાયી છે, બધી ઈન્દ્રિયગમ્ય વસ્તુ નકામી છે અને નિર્વાણ સૌથી ઉચ્ચ-સર્વે હદની પાર છે. આ સિદ્ધાંતવાળો ઉપદેશ એટલે બૌદ્ધ ધર્મ.
બૌદ્ધો સૌ પ્રથમ કરુણાને સ્થાન આપે છે. અને જીવનમાં કરુણા અપનાવવાનું શિખવવામાં આવે છે. નૈતિક સ્તરે મોટા ભાગના ધર્મો સાથે તેનો મેળ છે. નિર્વાણ બાબતમાં તેનો ઘણો ફરક છે. બૌદ્ધ સૌ પ્રથમ આ તફાવત માનવો જ રહ્યો અને તેને માન આપવું જ રહ્યું.
૩૫૪
સમકિત