________________
૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય?
શું તેના કોઈ લક્ષણ છે?
શંકા જ બૌદ્ધ ધર્મમાં અડચણ ગણાય છે. અને વધુ પડતી શ્રદ્ધાને પણ મહત્ત્વ નથી અપાતું. શ્રદ્ધા સાથે કારણ અને સમજણ હોવી જરૂરી છે. બુદ્ધના પંથ ઉપર ચાલવા બુધ્ધના જ્ઞાન ઉપરની શ્રદ્ધા જરૂરી છે. જેમ જેમ પંથ ઉપર આગળ ચાલો તેમ તેમ તમારી શ્રદ્ધા મજબૂત થશે, તેટલી ક્રિયા પણ વધારે પાકી થશે. અતિ બનવાના પગથિયા ઉપર ચડતા પહેલું પગથિયું સતપન્ન ઉપર આવતા તમારી શ્રદ્ધા અચળ બને છે. આ લક્ષણથી જ દેખાય કે કોઈ માણસ શ્રદ્ધાળુ છે કે નહીં?
૬. નીચેના આપેલા બે દાખલામાંથી ક્યો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ?
એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ.
બૌદ્ધ ધર્મમાં ફક્ત ક્રિયાને ખોટી મનાય છે. સીગાલોવડા સૂરની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ એક યુવાન બ્રાહ્મણ સીગાલાને મળે છે. એ બ્રાહ્મણ તેના પિતાની સૂચના અનુસાર ૬ દિશાઓને પૂજે છે પણ પછી બુદ્ધ તેને દિશાઓની પૂજાની સાચી રીત સમજાવે છે કે પહેલા તો નૈતિક જીવન જીવવું અને પછી પિતા (પૂર્વ), શિક્ષક(દક્ષિણ), પત્ની અને પરિવાર (પશ્ચિમ), મિત્રો (ઉત્તર), સેવક (નાહિર), અને સાધુસંતો અને બ્રાહ્મણ (ઝેનીથ) વગેરે સાચી દિશાઓને પૂજીને. આમ ક્રિયા સમજણ સાથે કરાવે છે.
દેખીતી રીતે નૈતિક જીવન અને કરુણા સાથેનાં કાર્યો પર જ વધુ ભાર મૂક્યો છે, નહીં કે ફકત ધાર્મિક ક્રિયાઓ પર. પ્રેરણા પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બુદ્ધના હિસાબે ચેતનાકર્મ નક્કી કરે છે. શુદ્ધ-સાચી-પ્રેરણા માટે ધર્મ, ક્રિયા, અને માનસિક તૈયારી (મનની કેળવણી) જરૂરી છે. ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? શ્રદ્ધા બાબતનો બૌધિક મત ઉપર જણાવેલ છે. સમ્મ ડીથ્થી (right-view) એ ઉચ્ચ અષ્ટપદી સમકિત
૩૫૩