________________
ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધાને વધુ મહત્ત્વ આપેલ છે. હિબ્રુ ૧૧.૬ માં આવે છે- “ભગવાનને પ્રસન્ન કરવા શ્રદ્ધા હોવી જરૂરી છે, કારણ કે જે ભગવાન પાસે આવે તેને ભગવાન છે, એમ તો પહેલા માનવું જ પડે”. જે તેને ખરેખર ખંત અને શ્રદ્ધાથી શોધે તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે.
૪. કોને શ્રદ્ધા હોઈ શકે? શ્રદ્ધા એટલે ક્રાઈસ્ટ (જીસસ)માં માન્યતા. ક્રાઈસ્ટ (ભગવાનનો પુત્ર) તે ભગવાનનો સંદેશો મનુષ્ય સુધી લાવ્યા. ટૂંકમાં શ્રદ્ધા ધરાવનાર બાઈબલમાં (ન્યુ ટેસ્ટામેન્ટ) અને થોરાહ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ)ને સ્વીકારે છે.
પ. કોઈ એક કરતાં બીજો વધુ શ્રદ્ધા ધરાવે છે એમ કહી શકાય? એ પારખવાની નિશાની શી? શ્રદ્ધા કોઈ દિવસ મપાય નહીં. કારણ કે તેને માપવાનું કોઈ યંત્ર નથી. ફકત ભગવાન જ એનું માપ કાઢી શકે. શ્રદ્ધા એટલે પ્રાર્થના અને ક્રિયા. તમે જો સારી વ્યક્તિ હો તો સત્ય સ્વીકારો અને તે મુજબ વર્તો. ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ?
એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ.
ઉપર જણાવલે બે વ્યક્તિઓમાં (૧) દંભી વ્યક્તિ ગણાય જ્યારે (૨) તેની ક્રિયા નહીં કરવાના કે ઓછી કરવાના ગમે તે કારણો હોય પરંતુ તે જીસસના શબ્દોને અને શીખને માને છે અને તે મુજબનું જીવન જીવે છે. એટલે તે સાચો ધાર્મિક ધેવાય.
૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? બધા જ ધર્મોમાં અમુક સિદ્ધાંતો જેવા કે ચોરી, જૂઠ, હિંસા, એડલટરી વગેરેને તો પાપ ગયા જ છે. દરેક ધર્મમાં માનનાર ઓટોમેટીક આ સિદ્ધાંતો સ્વીકારે જ છે. આટલી હદ સુધી તો તે દરેક ધર્મને સમાન માનનારો થઈ જાય છે. એકપણ ધર્મમાં ન માનનાર કરતા સર્વધર્મમાં માનનાર હજાર દરજજે સારો ગણાય.
૩૫૬
સમકિત