________________
(૪) જે મનુષ્ય પોતાના તીવ્ર અશુભ કર્મોદયથી અત્યંત દુઃખી, રોગી અને અશક્ત આદિ થ વાથી ધૃણાસ્પદ બને છે. પણ સમ્યગૃષ્ટિ આવી વ્યક્તિને જોઈને પણ તેના પ્રતિ હીનતાના ભાવ લાવતી નથી, પરંતુ દયાભાવ રાખે છે. નિઃસ્વાર્થભાવથી તેની સેવા કરે છે. આ જ તેનો નિર્વિચિકિત્સા ગુણ છે. કર્મોના લીધે પ્રત્યેક જીવમાં અશુદ્ધતા કે મલિનતા થાય છે તે સમ્યગ્દષ્ટિ બરાબર સમજે છે.
(૪) અમૂઢદષ્ટિવઃ (ચોથું અંગ)
“મૂઢ”નો અર્થ મિથ્યા અથવા વિપરીત થાય છે. અને “દૃષ્ટિ”નો અર્થ શ્રદ્ધા કે વિશ્વાસ થાય છે. આનો ભાવાર્થ એ છે કે મિથ્યા તત્ત્વોમાં શ્રદ્ધા કરવી તે “મૂઢદષ્ટિ' કહેવાય છે. આ પ્રકારે અતત્ત્વોને તત્ત્વો માને, કુગુરૂને ગુરુ માને, કુદેવને દેવ માને અને અધર્મને ધર્મ માને તે મૂઢતા કહેવાય છે. અને જે આ પ્રમાણે નથી તે “અમૂઢદષ્ટિ' કહેવાય છે. સમ્યગ્દષ્ટિને તત્ત્વ, દેવ, ગુરુ અને ધર્મની બાબતમાં ખૂબ જ સાચી સમજણ હોય છે. તેની દૃષ્ટિ તે “અમૂઢદષ્ટિ” હોય છે.
દશવૈકાલિક સૂત્રમાં સ્પષ્ટ પ્રમાણે બતાવ્યું છે કે –
“સમર્દીિ તથા સમૂ” - દશવૈકાલિક સૂત્ર; ગાથા ૧૦.૭ (પાનું ૨૮૫, પ્રકાશકઃ અખિલ ભારતીય જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, જોધપુર (રાજસ્થાન), વર્ષ ૨૦૦૯)
સમ્યગદૃષ્ટિજીવ સદેવ અમૂઢ રહે છે, તે કદાપિ મૂઢતાઓના ચક્કરમાં ફસાતો નથી.
શાસ્ત્રમાં અનેક પ્રકારની મૂઢતાઓ બતાવી છે. લોકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રમૂઢતા વગેરે વગેરે.
આ મૂઢતાઓના વિષયમાં નીચે પ્રમાણેનું વર્ણન છે.
(૧) લોકમૂઢતાઃ આચાર્ય સમંતભદ્રજીએ કહ્યું છે કે
સમકિત
૧૭૫