________________
૨.૯ સમ્યગ્રદર્શન કોણ પ્રાપ્ત કરી શકે છે?
સમ્યગદર્શન કોણ પ્રાપ્ત કરી શકે? (તથા તેનું મહત્ત્વ, ફળ, પરિવર્તન અને દિનચર્યા) ૧) ભવ્ય જીવ ૨) ભવસ્થિતિની પરિપક્વતા = સંસારની પરિભ્રમણની કાળમર્યાદાવાળો ૩) ચાર ગતિનો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ૪) ત્રણ પ્રશસ્ત લેશ્યાવાળો (તેજો, પદ્મ ને શુક્લ લેશ્યા) ૫) સાકાર ઉપયોગવંત ૬) જાગૃત (નિદ્રામાં નહીં) ૭) અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વિશુદ્ધ પરિણામવાળો. ૮) કષાયની અત્યંત મંદતાવાળો ૯) શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્થા આદિ સમકિતનાં લક્ષણમાં ઉપયોગવાળો.
ઉપરની યોગ્યતાવાળો જીવ સમ્યગ્રદર્શન પ્રાપ્ત કરી શકે છે. વૈરભાવવાળા આત્માઓ મોક્ષમાર્ગની સાચી આરાધના કરી શકતા નથી. કોઈના પણ અકલ્યાણની ભાવના રહે નહિ અને સૌના કલ્યાણની ભાવના આવે, ત્યારે જ સાચા ધર્મચારી બની શકાય છે. શ્વેષભાવ ઉપશમી જાય અને મૈત્રીભાવ પ્રગટવા પામે ત્યારે જ શુદ્ધ અહિંસામય ધર્મનું સુંદર પ્રકારે પાલન થઈ શકે છે. માટે મુમુક્ષુઓએ આ ગુણ કેળવવો એ જરૂરી છે. સમ્યગદર્શનનું મહત્તવઃ મોક્ષમાર્ગની પ્રાપ્તિનાં ચાર સાધનો બતાવ્યાં છે. ૧) સમ્યગદર્શન ૨) સમ્યગજ્ઞાન ૩) સમ્યગ્રચારિત્ર ૪) સમ્યગ્રતા. તેમાં સમ્યગદર્શનનું સ્થાન સૌથી પ્રથમ છે. કારણ કે સમ્યગદર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર અને તપ મોક્ષમાર્ગનાં સાધન બની શકતાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં કહે છે.
"नादंसणिस्स नाणं, नाणेण विणा ण हुंति चरणगुणा। अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं" ॥३०॥ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨૮.૩૦ (પાનું ૧૫૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯)
અર્થ દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં, ચારિત્રગુણ વિના કર્મના ક્ષયરૂપ મોક્ષ નહીં ને મોક્ષ વિના નિર્વાણ નહીં. સમકિત
૨૦૧