________________
એવું સ્થાન મળે છે કે જે આ ચારગતિથી એકદમ અલગ હોય છે. જેને ‘‘સિદ્ધશીલા’ અથવા ‘‘મોક્ષ’” કહેવામાં આવે છે. ત્યાંથી પછી તેને પાછા સંસારચક્રમાં આવવું પડતું નથી. આ મોક્ષમાં શાશ્વત સુખ છે. આ સ્થાન એક આત્માની અપેક્ષાથી સાદિ-અનંત છે, અને અનેક આત્માની અપેક્ષાએ અનાદિ અનંત છે.
જૈન ધર્મમાં મોક્ષનું સ્થાન ‘‘લોકાગ્ર’” ઉપર બતાવ્યું છે.
(૬) મોક્ષ પામવાનો ઉપાય છેઃ ઉપર બતાવ્યા મુજબ મોક્ષ છે તો તેને પામવાનો ઉપાય પણ છે. આ પામવાનો ઉપાય પણ જીવના પોતાના હાથમાં જ છે. કોઈપણ ભગવાન કે દેવ-દેવીના “તથાસ્તુ” કહેવાથી ત્યાં પહોંચી શકાતું નથી. કોઈપણ મોક્ષ આપી શકતું નથી પણ દેવ, ગુરુ કે ધર્મ તે મોક્ષ પામવામાં નિમિત્ત બની શકે છે. આપણા તીર્થંકર પ્રભુએ એ જ રસ્તો બતાવતાં કહ્યું છે કે દરેક જીવની અંદર રહેલી ખુદની શક્તિથી તે મોક્ષ પામી શકે છે. દરેક જીવમાં, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર હોય છે. જીવ પોતે જ પોતાની મહેનત દ્વારા કર્મના આવરણને હટાવીને આ રત્નત્રયના સહારે મોક્ષ પામી જાય છે. આ ત્રણ મોક્ષ પામવાના ઉપાય છે અને કારણ છે. જ્યારે મોક્ષ એ કાર્ય છે.
આ છ સ્થાનકનું વારંવાર ચિંતન કરવાથી સમ્યગ્દર્શન મેળવી શકાય છે. અને જો સમ્યગ્દર્શન હોય તો તેને ટકાવી શકાય છે. અને વધુ શુદ્ધ પણ કરી શકાય છે. આ છ સ્થાનક આસ્તિકતાનો પાયો છે.
આ પ્રમાણે વ્યવહારથી સમકિતના ઓળખના ૧૨ દ્વાર અને ૬૭ બોલ શાસ્ત્રોમાં બતાવ્યા છે.
૨૦૦
સમકિત