________________
(૨) આત્મા નિત્ય છેઃ આત્મા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટથી નિત્ય છે. આત્મા ઉત્પત્તિ અને વિનાશ
રહિત છે. તે સદાકાળ હતો અને સદાકાળ રહેવાનો છે. પૂર્વકૃત કર્મના કારણે આત્માના પર્યાયો અનિત્ય છે. તેની ચાર ગતિમાં ભ્રમણ કરતો કરતો જ્યારે પંચમ ગતિમાં (મોક્ષગતિમાં) પહોંચે છે પછી તે આદિઅનંત સ્થિતિ પામી જાય છે. ત્યાં સુધી દવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય તરીકે રહે છે.
(૩) આત્મા કર્મનો કર્તા છેઃ આ વાત અનુભવસિદ્ધ છે. કહ્યું છે કેઃ
**
'कत्ता सुहासुहाणं कम्माण कसायजोगमाइहिं ।
मिउदंड चक्क चीवर - सामग्गिवसा कुलालु व्व ।"
સમ્યગ્દર્શન; (પાનું ૪૯૭, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
-
જેમ માટી, ઠંડો, ચાક ઈત્યાદિ સામગ્રીથી કુંભાર ઘડો બનાવે છે. તેવી જ રીતે આત્મા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન ક્રોધ, માન, માયા, લોભરૂપ ૧૬ કષાયો, સત્ય, અસત્ય મનયોગ આદિ ૧૫ યોગો તથા હાસ્ય, રતિ, અરતિ આદિ ૯ નૌકષાયો, ૫ પ્રકારના મિથ્યાત્વો, પ ઈન્દ્રિય અને મનના આરંભ સમારંભથી છ કાયના જીવોનો વધ આમ ૫૭ કારણ સામગ્રીથી શુભાશુભ કર્મનો બંધ કરે છે. અર્થાત્ આત્મા શુભ સામગ્રીથી શુભકર્મ અને અશુભ સામગ્રી પામીને અશુભ કર્મનો બંધ કરે છે. માટે આત્મા કર્મનો કર્તા છે.
(૪) આત્મા કર્મનો ભોક્તા છેઃ દુનિયાનો સિદ્ધાંત છે કે જે વાવો તે જ ઊગે, જે કરે તે પામે’’ આ જ રીતે કર્મનો પણ આ જ સિદ્ધાંત છે કે જે કર્મ કરે તેનું ફળ તેને જ મળે. કર્મની બાબતમાં એવું ક્યારેય બન્યું નથી કે હું બીજા માટે કરું છું એટલે એનું ફળ બીજાને આપો. જાણતા કે અજાણતા સ્વ માટે કે પર માટે, શુભ કે અશુભ કોઈપણ રીતે બાંધેલું કર્મ એ જ જીવને ભોગવવું પડે છે કે જેણે બાંધ્યું હોય.
(૫) મોક્ષ છેઃ આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા કર્મોનો સર્વથા ક્ષય કરીને એક દિવસ સર્વ કર્મોના બંધનથી મુક્ત થઈ સર્વથા સિદ્ધ-બુદ્ધ થઈ જાય છે.
આ નિર્વાણ અક્ષય પદ-શાશ્વત સ્થાનક છે. આત્મા જયારે કર્મથી બંધાયેલો હોય છે ત્યારે ચાર ગતિરૂપ સંસારમાં ભટક્યા કરે છે. પણ સર્વકર્મનો જ્યારે નાશ કરે છે ત્યારે તેને
સમકિત
૧૯૯