________________
અને ચારિત્ર રહી શકતું નથી. એટલે જ દર્શનને જગતનો આધાર કહા છે. આ પ્રકારની ભાવના અહીં ભાવવી.
(૫) સમ્યગુદર્શન શ્રુત-ચારિત્રરૂપ ધર્મને ધારણ કરવાનું પાત્ર છેઃ જેમ ઘી, દૂધ, દહીં, રસ આદિ વાસણ વગર રહી શકતાં નથી. તેને બરાબર જાળવી રાખવા વાસણની જરૂર પડે છે. તેવી જ રીતે દ્વાદશાંગીરૂપ શ્રુત જ્ઞાન અને સર્વસાવદ્ય વર્જનરૂપ જેવી ધર્મક્રિયા તે સમ્યગદર્શનરૂપી મહાપાત્રમાં જ સચવાઈને રહી શકે છે. તે પાત્ર જો બરાબર હોય નહીં તો જ્ઞાન અને ચારિત્ર બધું અલગ અલગ વિખરાઈ જાય છે. (૬) સમ્યગ્ગદર્શન મૂલ અને ઉત્તર ગુણરત્નોને રાખવાની નિધિ છેઃ
જે પ્રમાણે ખજાનામાં બધા મૂલ્યવાન રત્નો એકસાથે સુરક્ષિત રહી શકે છે. તે રત્નોની સારી રીતે સંભાળ થઈ શકે છે. તેવી જ રીતે સમ્યગ્દર્શનરૂપી ખજાનામાં અહિંસા-સત્યાદિ મૂળ ગુણ તથા પિંડવિશુદ્ધિ, સમિતિ-ગુપ્તિ, ધર્મ ક્રિયાઓ આદિ અને ગુણવ્રત, શિક્ષાવ્રતરૂપી અનેક ઉત્તર ગુણોરૂપી રત્નો સુરક્ષિત રહી શકે છે. એટલે આ બધા રત્નોને સંભાળવા માટે સમ્યગદર્શનરૂપી ખજાનો (નિધિ) ખૂબ જ મજબૂત હોવો જોઈએ અને તેની બરાબર ચોકી અને સંભાળ રાખવી જરૂરી છે. નહીંતર મિથ્યાત્વરૂપી ચોરને અંદર ઘૂસતા વાર લાગતી નથી. આ પ્રમાણે આ ભાવના ભાવવી.
(૧૨) સ્થાનક ૬ઃ સમ્યગ્રદર્શનનું સ્થાન આત્મા પર સ્થિત છે. મનુષ્યને “આત્મા” સંબંધી કંઈપણ શંકા કે અસ્થિરતા હોય તો તેનું સમ્યગદર્શન ટકી શકતું નથી. આવું ન થાય તેના માટે આત્મા સંબંધી ૬ સ્થાનક (જે વાત સત્ય અને સદાકાળ રહેવાની છે તે બતાવ્યાં છે.)
(૧) આત્મા છે. આત્મા અરૂપી હોવાથી દેખાતો નથી. અરૂપી પદાર્થો કેવળજ્ઞાનનો વિષય
છે.પણ આપણે આત્માને અનુભવી શકીએ છીએ. આત્મા, પ્રત્યક્ષ અનુમાન તથા આગમપ્રમાણથી સિદ્ધ થાય છે. હું છું, હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રમાણે પ્રત્યક્ષથી સિદ્ધ છે.
જ્ઞાનગુણથી પણ ગુણી આત્માનું અનુમાન થાય છે. સુખ-દુઃખ, ઈચ્છા, ભય આદિનો જાણનાર આત્મા ચેતન છે. આ થયું અનુમાન. “ગે આયા” નામના આગમ પ્રમાણથી પણ આત્મા છે અને તે એક દ્રવ્ય છે તે વાત સિદ્ધ થાય છે. આત્મા નથી તેવું ન વિચારવું.
૧૯૮
સમકિત