________________
(૩) ગુણશ્રેણી:-શ્રેણીનો અર્થ = ક્રમશઃ (અનુક્રમે, એક પછી એક) ગુણનો અર્થ અસંખ્યાતગુણાકારે કર્મદલિકની રચના અપવર્તનાકરણ દ્વારા નિષેકરચનાના અગ્રભાગમાંથી ઉપાડેલા દલિકોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયવલિકા ઉપરના પ્રથમ સમયથી માંડીને અંતર્મુહૂર્તના જેટલા સમય થાય, તેટલા નિષેકમાં પૂર્વ-પૂર્વના નિષેક કરતાં પછી-પછીના નિષેકમાં અસંખ્યાતગુણાકારે ગોઠવવા તે ‘‘ગુણશ્રેણી’’ કહેવાય છે.
જેમ કે:- પહેલા સમયે જેટલા દલિકો ઉપાડ્યા હોય, તેમાંથી ઉદયસમયમાં થોડા, (અસંખ્યાતા) તેનાથી અસંખ્યાતગુણા બીજા સમયમાં તેનાથી અસંખ્યાતગુણા ત્રીજા સમયમાં, એ રીતે અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ગોઠવવા તે ગુણશ્રેણી કહેવાય.
અસત્કલ્પનાથી (દાખલા તરીકે)
ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત = ૨૨ સમય
ઉદયાવલિકા = ૨ સમય
=
=
જીવ સ્થિતિઘાત કરતી વખતે પ્રથમસમયે ઉપાડેલા દલિકોને ઉદયવતી કર્મ પ્રકૃતિમાં ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધી = ૧થી માંડીને ૨૨મા નિષેક સુધી ગોઠવે છે. અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપર એટલે ત્રીજા સમયથી અંતર્મુહૂર્ત સુધી ૩થી માંડીને ૨૨માં નિષેક સુધી ગોઠવે છે. તેમાં પ્રથમ સમયે થોડા, તેનાથી અસંખ્યાતગુણા બીજા સમયે, તેનાથી અસંખ્યાતગુણા ત્રીજા સમયે, એ રીતે ૨૨ સમય સુધી પૂર્વ-પૂર્વના સમય કરતા પછી પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે કર્મદલિકોને ગોઠવે છે.
પછી બીજા સમયે ઉપાડેલા કર્મદલિકોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ૨થી ૨૨ સમય સુધી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ૪થી ૨૨ સમય સુધી પૂર્વોક્ત મુજબ અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. ત્યાર પછી ત્રીજા સમયે ઉપાડેલા કર્મદલિકોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ૩થી ૨૨ સમય સુધી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ૫થી ૨૨ સમય સુધી અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. આ રીતે આગળ સમજવું.
નોંધઃ- અહીં ખાસ ધ્યાન રાખવું કે નિષેકરચનાના નીચેના ભાગમાંથી જેમ જેમ એકેક સમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલા કર્મદલિકો ભોગવાઈને નાશ પામતા જાય છે, તેમ તેમ ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત ઘટતું જાય છે. કારણ કે ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત = ૨૨ નિષેકો છે. તેથી તેની ઉપરના નિષેકોમાં કર્મદલિકો ગોઠવાતા નથી. અર્થાત સમ્યક્ પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણી આગળ લંબાતી નથી.
(ચિત્ર-૫) (ચિત્ર-૬)
સમકિત
૧૨૩