SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩.૩ દાર્શનિક ગ્રંથોમાં સમ્યગ્દર્શન ૨. સમ્ય વર્શન - જ્ઞાન - ચારિત્રાળિ મોક્ષમાઈઃ અર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે મળીને મોક્ષ માર્ગ છે. २. समणोवासग धम्मस्स मूलवत्थु सम्मत्तं । અર્થઃ શ્રાવકધર્મની મૂળ વસ્તુ સમ્યગ્દષ્ટિ છે. જે પણ ગૃહસ્થને શ્રાવક બનવું છે. તો તેમણે શ્રાવકધર્મના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ગ્રહણ કરતા પહેલાં સર્વપ્રથમ સમ્યગ્દર્શન સ્વીકાર કરવું અનિવાર્ય છે. સમ્યગ્દર્શન શ્રાવકધર્મનું મૂળ છે. ३. प्रशस्तो मोक्षोऽविरोधो वा प्रशमसंवेगादि लक्षण आत्मधर्मः । અર્થઃ પ્રશસ્તના બે અર્થ છેઃ પહેલો અર્થ છે-મોક્ષ, મોક્ષલક્ષીદર્શન અથવા દષ્ટિ અથવા શ્રદ્ધા. અથવા મોક્ષના અવિરોધી શમ-સંવેગાદિ પાંચ લક્ષણોથી યુક્ત આત્મધર્મમાં પ્રવેશ કરાવવાવાળો જીવનો જે સમ્યભાવ છે. તે સમ્યક્ત્વ છે. ४. सम्यक् जीवस्तद्भावः सम्यकत्वम् । અર્થઃ કોઈ આચાર્યએ સમ્યક્ત્વનો અર્થ જીવ અથવા તેનો સમ્યભાવ તેવા કરેલ છે. અર્થ પણ આચાર્ય જિનભદ્રગણી ક્ષમાશ્રમણે ‘વિશેષાવશ્યકભાષ્ય’માં સમ્યક્દર્શનના નીચે મુજબ સમાનાર્થી શબ્દ બતાવ્યા છેઃ ५. सम्मदिट्ठी अमोही सोही सब्भावदंसणं बोही । अविवज्जउ सुदिट्ठीत्ति एवमाई निरुत्ताइं । । અર્થઃ સમ્યગ્દષ્ટિ, અમોહિ, શુદ્ધિ, સદ્ભાવદર્શન, બોધિ, અવિપર્યય અને સુદૃષ્ટિ; આ સમ્યગ્દર્શનનાં સમાનાર્થક નામો છે. સમ્યષ્ટિ એટલે અવિપરીત દૃષ્ટિ અમોહ એટલે અસત્યગ્રહણથી વિપરીત શુદ્ધિ એટલે મિથ્યાત્વમળનો અપગમ સદ્ભાવદર્શન એટલે જિનોક્ત પ્રવચનની પ્રાપ્તિ બોધિ એટલે સત્ય અર્થનો બોધ અવિપર્યય એટલે અવિપરીત બોધ સમકિત ૩૨૭
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy