________________
ઉપાધ્યાય અને સાધુમાં તેમના શુદ્ધઆત્માને તે ગુરુ માને છે અને રત્નત્રયના સ્વાત્માનુભૂતિને તે ધર્મ માને છે. આ પ્રકાર આત્મકેન્દ્રિત થઈ જવું તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
પણ એક વાત નક્કી છે કે આત્મ સ્વરૂપનો દૃઢ નિશ્ચય ત્યાં સુધી થતો નથી જ્યાં સુધી આત્મા અને કર્મોના સંબંધી જે તત્ત્વો બન્યા છે તેના ઉપર અને તેના ઉપદેશ દાતા દેવ, ગુરુ અને શાસ્ત્રો ઉપર શ્રદ્ધા ન થાય.
દાતા ઉપર શ્રદ્ધા વગર તેમનો બતાવેલો માર્ગ ઉપર શ્રદ્ધા થવી તે સંભવ નથી. આ કારણે પંચાસ્તિકાયમાં વ્યવહાર-સમ્યગ્દર્શનને આત્મતત્વનું નિશ્ચથી જાણવાનું બીજ બતાવ્યું છે.
" तेषा मिथ्यादर्शनोदयापादिताश्रद्धानाभावस्वभावं भावान्तरं श्रद्धानं सम्यदर्शनं शुद्धचौतन्यरुपात्पतत्वविविश्य बीजम"
સમ્યગ્દર્શન; (પાનું ૩૧૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
એવા ભાવો જે મિથ્યાદર્શનથી પ્રાપ્ત થતી અશ્રદ્ધા વગર હોય, અને નવ તત્ત્વ અને સ્વભાવ ઉપર શ્રદ્ધા હોય એવા ભાવોને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. અને એ ભાવોશુદ્ધ ચૈતન્યરૂપ આત્મતત્ત્વ ઉપર શ્રદ્ધા કરાવવા માટેના બીજ છે.
આથી એ વાત ચોક્કસ છે કે નિશ્ચય-સમ્યગ્દર્શન તે લક્ષ છે, અને વ્યવહાર સમ્યગ્દર્શન તે તેને પ્રાપ્ત કરવાનું સાધન છે.
ધર્મના પહેલા પગથિયા પર પગ રાખવા માટે વ્યક્તિને વ્યવહાર-સમ્યગ્દર્શનના મદદની જરૂરિયાત રહે છે.
જ્યારે તે નિશ્ચય ઉપર પહોંચીને તેમાં દઢ અને મજબૂત બની જાય છે પછી વ્યવહાર આપોઆપ છૂટી જાય છે.
એટલે વ્યવહાર વગર નિશ્ચય સમ્યગ્દર્શન સંભવ નથી. પણ શરત એ છે કે વ્યવહાર સમ્યગ્દર્શનનું લક્ષ્ય નિશ્ચય ઉપર જ હોવું જોઈએ.
અંતમાં તો બંને પ્રકાર ‘વ્યવહાર કે નિશ્ચય” તે બંને શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપર શ્રદ્ધા કરાવી અને આત્માને કર્મબંધનથી સર્વથા મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરાવે છે.
સમકિત
૧૪૭